Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા સૂચના

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2020 (15:35 IST)
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા નુંઆયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ આપી છે તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મોકુફ ૨ખાયેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા તૈયારી શરૂ કરી છે, અને સપ્ટેમ્બ૨ અંત સુધીમાં રાજ્યમાં આ પરીક્ષાઓ પુરી કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવા આયોજનો સાથે રાજ્ય સ૨કા૨ આગળ વધી ૨હી છે. રાજ્ય સ૨કારે સ્નાતક કક્ષાએ ફાઈનલ સેમેસ્ટ૨ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સત્રની પરીક્ષા લેવા માટે જે તે યુનિવર્સિટી અને કોલેજોને નિર્ણય લેવા જણાવ્યું છે, જેના કા૨ણે સ૨ળતાથી સમગ્ર કાર્યવાહીને પુરી કરી શકાશે. અંડર ગ્રેજ્યુએટની ફાઈનલ સેમેસ્ટ૨ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા લેવાશે જ્યારે અન્ય પરીક્ષામાં UGC કોલેજો અને યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને અગાઉના સેમેસ્ટ૨ની પરીક્ષાના આધારે પાસ ક૨વા માટે જણાવ્યું છે. જે પરીક્ષા લેવાશે તેમાં ઓનલાઈન ઉપરાંત ઑફલાઇન સાથેની પરીક્ષા લઈ શકાશે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments