Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીના તમામ અધિકારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો આદેશ

ગુજરાત યુનિવર્સિટીના તમામ અધિકારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો આદેશ
, મંગળવાર, 24 માર્ચ 2020 (15:21 IST)
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી મેડિકલ કોલેજોમાં ૧લી એપ્રિલથી શરૂ થનારી પી.જી.મેડિકલ-ડેન્ટલની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી ૨૫મી માર્ચ સુધી દરેક કોલેજો અને યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કચેરીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપીને ‘વર્ક ફ્રોમ હોમ’ની જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાથી ઊભી થયેલી સ્થિતિને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ ૨૩ માર્ચથી લેવાનારી બીજા તબક્કાની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલની સ્થિતિ જોતાં હવે એપ્રિલમાં શરૂ થનારી એમ.ડી.-એમ.એસ. અને એમડીએ ઉપરાંત એમ.ફિઝિયો. એમ. ઓપ્ટો, એમએસસી નર્સિંગ, પી.જી.ડિપ્લોમા અને ફાઇનલ બીએચએમએસ સહિતની પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા હવે પછી કયારે લેવામાં આવશે તે મુદ્દે હાલ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ જે તે વખતની પરિસ્થિતિ જોઇને નિર્ણય કરવામાં આવશે. 
યુનિવર્સિટી દ્વારા શનિવારે તમામ કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની સૂચના અપાયા બાદ હવે આગામી ૨૫મી સુધી યુનિવર્સિટી અને ભવનોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને પણ ‘વર્ક ફ્રોમ હોમ’ની સૂચના અપાઈ છે. આજે યુનિવર્સિટી સાથે જોડાયેલી વિદ્યાપીઠ સામે આવેલી નવગુજરાત કોલેજમાં ૫૦ ટકા અધ્યાપકોને કોલેજમાં હાજર રહેવા તાકીદ 'કરવામાં આવતાં કેટલાક અધ્યાપકોએ આ મુદ્દે યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના સ્પા મસાજ પાર્લરમાં મોટી સંખ્યામાં લોકો વિદેશી યુવતીઓના સંપર્કમાં આવ્યાં હોવાની આશંકા