Dharma Sangrah

કોંગ્રેસમાં વકરતો જૂથવાદઃ મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:55 IST)
ગુજરાત કોંગ્રેસમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની હાજરીમાં બે સિનીયર નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોંગ્રેસના મોવડીમંડળ અને તમામ કોંગ્રેસી નેતાઓની બેઠક ચાલી રહી હતી, તે સમયે રાધનપુર બેઠકને લઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ અને બંને નેતાઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. મહત્વની વાત એ છે કે, આ ઘટના સર્જાઈ તે સમયે કોંગ્રેસના મોટા નેતાઓ સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ પણ હાજર હતા. આ મુદ્દે લાલજી દેસાઈએ જણાવ્યું કે, ગાંધીજીની 150મી અને રાજીવ ગાંધીની 75મી વર્ષગાંઠ ઉજવવાને લઈ કોંગ્રેસની મીટિંગ ચાલી રહી હતી. જેમાં ગુજરાત મોવડીમંડળના તમામ સિનીયર નેતા હાજર હતી. તે સમયે રધુ દેસાઈ રાધનપુરની બેઠકને લઈ મને ગાળો આપવા લાગ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારી પર ચપ્પલ લઈને હુમલો કરવા લાગ્યા. મારી બહેનને પણ ગાળો દીધી. અને મારી નાખવાની ધમકી પણ આપી. કોંગ્રેસના સંગઠનમાં આવા હલકી માનસિકતાવાળા નેતાઓ પણ છે. કોંગ્રેસ પક્ષ તેમની સામે જરૂર પગલા લેશે તેવી મને આશા છે. જો પક્ષ પગલા નહી ભરે તો હું પક્ષની સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બનીશ.આ બાજુ રઘુ દેસાઈએ જણાવ્યું કે, બેઠક સમયે મે કોઈ મારામારી કરી જ નથી. હું તો વેપારી માણસ છુ, હુ મારામારી કરુ જ નહી. તે ખોટુ બોલે છે. તેમને ચાણસમાની બેઠક પર ટિકિટ મળી ન હતી, અને મને મળી હતી. તેમને તેનું પેટમાં દુખે છે. તેમને પક્ષના કોઈ મોટા નેતાએ રાધનપુર મોકલ્યા ન હતા, તો પણ તેઓ રાધનપુર ગયા હતા, અને ભાજપને ફાયદો થાય તેવું કામ કરી રહ્યા હતા. જેને લઈ બોલાચાલી થઈ હતી, મે કોઈ હુમલો નથી કર્યો કે ધમકી પણ નથી આપી.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ વચ્ચે અત્યારસુધી જૂથબંધીની વાતો સામે આવતી હતી, પરંતુ આજે જે રીતે બધા સિનિયર નેતાઓની હાજરીમાં કોંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ તે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ માટે ખુબ શરમજનક ઘટના કહી શકાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments