Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રો કબડ્ડી 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ બેંગાલ વૉરિયર્સ સામે ટકરાશે, બંને ટીમો જીત માટે લગાવશે જોર

પ્રો કબડ્ડી 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ બેંગાલ વૉરિયર્સ સામે ટકરાશે  બંને ટીમો જીત માટે લગાવશે જોર
Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:50 IST)
અમદાવાદ: વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન 7ની હોમ લેગની રમતોમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે જે રીતે શરૂઆત કરી તે બાબત ભૂલી જવા જેવી છે. આમ છતાં જ્યારે આપણે તેમને પૂછીએ છીએ કે 'હાઉ ઈઝ ધ જોશ 'તો તેનો જવાબ 'હાઈ સર ' મળે છે. યુવા અને ઉર્જાવાન જાયન્ટસનો આ આત્મવિશ્વાસ  કટોકટીભરી સ્થિતિમાં પણ જળવાઈ રહ્યો છે. પ્રો કબડ્ડી લીગના વિજેતા કોચ મનપ્રીત સિંઘ ની ટીમ બુધવારે બંગાળ સામે ગુજરાતના સાથે ટક્કર આપવા આગળ ધપશે.

જય અને પરાજય એ રમતનો એક હિસ્સો છે, મહત્વની બાબત આત્મવિશ્વાસ છે.  હાલમાં અમે સળંગ કેટલીક મેચ ગુમાવી છે. પરંતુ અમે વધુ એક વાર ફાઇનલ સુધી પહોંચવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે ''ખેલાડીઓ સ્થિતિની ગંભીરતા સમજે છે અને તેમણે સખત પરિશ્રમ કર્યો છે. ખેલાડીઓ ઘર આંગણે રમે છે તેનુ તેમની ઉપર કોઈ દબાણ નથી. હકિકતમાં જાયન્ટસ ઘર આંગણે રમવાનો આનંદ માણે છે.'' સૌ પ્રથમ તેમણે ઘરઆંગણે સતત બે મેચ ગુમાવી છે. પહેલાં તમિલ થલાઈવાઝ સામે અને તે પછી તેલુગુ ટાઈટન્સ સામે.

તેલુગુ ટાઈટન્સ સામેની મેચનુ ઉજળુ પાસુ કુશળ ડિફેન્ડર પરવેશ ભૈસ્વાલની  તેજસ્વી રમત હતી. તેણે 7 ટેકલ પોઈન્ટ મેળવીને ટાઈટન્સને નિયંત્રણમાં રાખ્યા હતા, ખાસ કરીને તેલુગુના રેઈડર્સ સુરજ દેસાઈ અને ફરહાદ રહિમીને નિયંત્રણમાં રાખ્યા હતા અને વધુ પોઈન્ટસ મેળવવા દીધા ન હતા. છેલ્લી બે સિઝનમાં સચીને જે જાદુ કર્યો હતો તે બતાવવાનો હજૂ બાકી છે. આમ છતાં ઑલરાઉન્ડર રોહિત ગુલીયાએ પોતાની ચપળતા અને ઝડપ મારફતે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

રસપ્રદ બાબત એ રહી છે કે જાયન્ટસ રમતમાં પાછા પડ્યા નથી પણ તેમણે છેલ્લી 5-7 મિનીટમાં કાબુ ગુમાવ્યો હોય તેવુ બન્યુ છે. મનપ્રીત સિંઘ કહે છે કે “ અમે ખાસ કરીને મેચની છેલ્લી 5-7 મિનીટમાં ઘણીવાર અધિરા બની જઈએ છીએ. તેથી અમને ઘણુ નુકશાન થયું છે.અમે આ ઉણપ દૂર કરવા પ્રયાસ કર્યો છે. ટીમ વિજેતા બનવાની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે.”

બેંગાલ વૉરિયર્સ અંગે વાત કરતાં મનપ્રીત સિંઘ જણાવે છે કે “તે 20 પોઈન્ટસ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જાયન્ટસે 7 રમતમાં 18 પોઈન્ટ મેળવ્યા છે. બેંગાલ સામે વિજય અમારા જુસ્સામાં વધારો કરશે જ પણ સાથે સાથે ઘર આંગણાના ચાહકોને પણ આનંદિત બનશે, તેમણે પોતાની ટીમને અગાઉ આવી સ્થિતિમાં જોઈ નથી. ” તેમણે કહ્યું કે “ બંગાળ એ ખૂબ જ સમતોલ ટીમ છે. આ સિઝનમાં તે સારૂ રમી રહી છે. અમે એકદમ ધસી જઈશુ નહી પણ પોઈન્ટ ટુ પોઈન્ટ રમત રમીશું.  આ મેચ જીતવાથી જાયન્ટસ માટે સારી સ્થિતિ ઉભી થશે. ”

મનપ્રીત સિંઘ હંમેશાં કયા 7 ખેલાડી રમશે તે અંગે રહસ્ય જાળવી રાખતા હોય છે. આમ છતાં પણ વૉરિયર્સ સામેના 7 ખેલાડીઓમાં ઝાઝો ફેરફાર થવાની સંભાવના જણાતી નથી. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે “ તમારે ટીમ ઉપર વિશ્વાસ મુકવાની જરૂર છે. તે ફરીથી રમતો જીતી શકે છે. ”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments