rashifal-2026

ખેડૂતો પાસેથી વીમાના પ્રિમિયમના ૮૦૦ કરોડ વસૂલાયા પણ નુકસાનીનું વળતર ન મળ્યું - કોંગ્રેસના કુંવરજી બાવળીયા

Webdunia
બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:48 IST)
રાજકોટ જિલ્લામાં ગત વર્ષે પાકવીમા પ્રિમિયમના ખેડૂતો પાસેથી રૂ. ૮૦૦ કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા પણ કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને હજુ સુધી પાક વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. આથી જસદણના કૉંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ખેડૂતોને પાકવીમાની રકમ નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી આપી છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વરસાદ નબળો પડ્યો હતો. કેટલાય ગામો અછત-અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. આખાય જિલ્લામાંથી સરકારે ખેડૂતો પાસેથી ૫૫૦ કરોડ રૂપિયા મગફળી પ્રિમિયમના અને ૨૫૦ કરોડ જે કપાસના પ્રિમિયમની રકમ મળી કુલ ૮૦૦ કરોડની રકમ ખેડૂતો પાસેથી વસૂલ કર્યા હતા. કપાસ અને મગફળીનાં પ્રિમિયમની કુલ ૮૦૦ કરોડ પ્રિમિયમ પેટે પૈકીનાં ખેડૂતના તેમ જ સરકાર પાસેથી મગફળીના ૪૪ ટકા લેખે અને ૨૫ ટકા લેખે કપાસના પ્રિમિયમ પેટે વસૂલ્યા હતા. આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી મોડેથી મગફળીનાં પાકવીમાની રકમ શૂન્ય ટકાથી કરી ૧૬ ટકા સુધી પાકવીમાની રકમ ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોવાનું ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ગત વર્ષ ૨૦૧૬-૧૭ના કપાસના ખરીફ પાક જેની ખેડૂતો પાસેથી આવડી મોટી રકમ પ્રિમિયમ પેટે વસૂલ કર્યા પછી રાજકોટ જિલ્લામાં ચુકવવાના થતા પાકવીમાની રકમ આજેય રાજ્ય સરકાર કોઈ નોંધ લેતી નથી. તેનો આજ દિવસ સુધી વીમા ચુકવણા અંગેના હિસાબો પણ થયા નથી. ભૂતકાળમાં યુપીએની કેન્દ્ર સરકાર હસ્તકની સરકારી કંપની મારફતે પાકવીમાની પ્રક્રિયા કરવામાં આવતી અને સમયસર ચૂકવણું કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ ચાલુ સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ના રૂપકડા નામ હેઠળ આ પાકવીમાની પ્રક્રિયા ખાનગી ચાર કંપનીઓને સોંપી દેતા આ કંપનીઓની દાંડાઈ અને નફો મેળવવાના વલણને કારણે અને કયાંક સરકારની મિલિભગતને કારણે ખેડૂતોને પાકવીમામાં નુકશાન થઈ રહ્યું છે અને લાંબો સમય થવા છતાં પણ કપાસનાં પાકવીમાનું હજુ ચુકવણું કરવામાં આવ્યું નથી. ૨૦૧૬-૧૭ના ખરીફ કપાસના પાકવીમાની રકમ જે ૨૫૦ કરોડ જેવી ચુકવવાની થાય છે તે વહેલી તકે ચુકવાય તેવી માંગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂતોની કપાસ પાકવીમા અંગે જાગૃત કરી આંદાલન કરવાની ફરજ પડશે. તેમ કુંવરજી બાવળિયાએ અંતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

World Wildlife Day- 3 માર્ચે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવન દિવસ, અહીં જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

આગળનો લેખ
Show comments