જાણો રૂપાણી સરકારમાં કોનું પત્તુ કપાયું અને કોને મળ્યું સ્થાન
, મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (17:19 IST)
વિજય રૂપાણીની સરકારમાં અગાઉ રિલાયન્સ દ્વારા થયેલી ફરિયાદને કારણે પડતા મુકાયેલા સૌરાભ પટેલને ફરી એક વખત રૂપાણી સરકારમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને બદલે તેમના કટ્ટર વિરોધી એવા વિભાવરી દવેને મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે અમિત શાહના નજીકના અને અમિત શાહની બેઠક ઉપર ચૂંટાઈ આવેલા ભાજપના સિનિયર નેતા કૌશિક પટેલને પણ કેબીનેટમાં સમાવવામાં આવ્યા છે.
જ્યારે આનંદીબહેન પટેલના નજીકના મનાતા અને આનંદીબહેનની બેઠક ઘાટલોડીયામાંથી ચૂંટાઈ આવેલા ભુપેન્દ્ર પટેલને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે અમિત શાહના નજીકના પ્રદિપસિંહ જાડેજાને ફરી એક વખત મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કોળી નેતા તરીકે પુરૂષોત્તમ સોંલકીને ફરી એક વખત મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં પાટીદારોના ભયંકર વિરોધ વચ્ચે પણ કોંગ્રેસને માત આપનાર કિશોર કાનાણીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગુજરાતમાં શહેરી વિસ્તારમાંથી વિજય રૂપાણી, નીતિન પટેલ, આર સી ફળદુ, કૌશિક પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને કિશોર કાનાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉ મંત્રી રહી ચુકેલા વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મુકવામાં આવ્યા છે.
આગળનો લેખ