Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના ભૂતપૂર્વ વરિષ્ઠ સિવિલ જજની પુત્રી ચાંદની વેગડ બોલિવૂડમાં ગાયક તરીકે પદાર્પણ કરે છે

Webdunia
ગુરુવાર, 19 નવેમ્બર 2020 (11:59 IST)
ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે.  ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે, તે એક પ્રતિભાશાળી કલાકાર છે, જે બોલિવૂડમાં મોટા ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.  તાજેતરના શોમાં તેનો અવાજ સાંભળ્યા પછી, તેણીને "હાઈ સ્પીડ સિને ઇન્ટરનેશનલ" ના બેનર હેઠળ નિર્માણ પામેલા ફીચર ફિલ્મ "લિવિંગ રિલેશન" માટે સાઇન કરવામાં આવ્યા હતા.  આશિષ ગજેરા અને સોનલ ગજેરા તેના નિર્માતા છે અને અરમાન જાહિદી આ ફિલ્મના ડિરેક્ટર છે.
              જામનગરના રહેવાસી ચાંદની, કે.પી. વેગડની પુત્રી છે, જે ગુજરાત જુદિસિયરી માં સિનિયર સિવિલ જજ હતા.  જામનગરની “શ્રી સત્ય સાઇ વિદ્યાલય” માં 10 મા ધોરણમાં અભ્યાસ કરતી ચાંદનીએ ગુજરાતની “રાજ્ય કક્ષા ની કાળા મહાકુંભ -૨૦૧૮”, ક્રિસ્ટ કોલેજ, રાજકોટના “સ્પંદન -૨૦૧૯” અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેમાં મોટા ભાગની સ્પર્ધાઓમાં તેણી પ્રથમ સ્થાને ઉભરી આવી હતી અને બીજી કેટલીક સ્પર્ધાઓમાં તે બીજા ક્રમે રહી હતી.  આ ઉપરાંત તેણીએ ગુજરાત અને મુંબઇની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. ૭ વર્ષની ઉંમરે ગાયન શીખવાનું શરૂ કર્યું ત્યારથી જ તે ગાયનનું સૌથી મોટું લક્ષ્ય ધરાવે છે.  શાસ્ત્રીય સંગીતમાં પણ તેમને ભારે રસ છે.
            એક ફિલ્મ માં પ્લેબેક સિંગર માટે પસંદ થવા પર ચાંદનીએ કહ્યું હતું કે "દિલીપભાઈ, કે જે મારા પિતાના મિત્ર છે, મને એક ગાયક સ્પર્ધામાં સાંભળ્યા અને મને ગાવાનો મોકો આપ્યો.  આ રેકોર્ડિંગ ટૂંક સમયમાં મુંબઈમાં યોજાશે.  આ ઉપરાંત અન્ય ફિલ્મ માં સિંગિંગ માટે એક-બે પ્રોડક્શન ગૃહો સાથે વાતચીત ચાલી રહી છે.  હું વાતચીત સમાપ્ત કર્યા પછી તેમના વિશેની વિગતો જાહેર કરીશ. ”
        તે ભણતર ચાલુ રાખશે કે માત્ર ગાયકી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે તે વિશે તેમણે કહ્યું હતું કે "શિક્ષણ અને ગાયન બંને ચાલુ રાખશે. ગાવાનું મારો મુખ્ય ઉદ્દેશ g છે, પરંતુ સાથે સાથે અભ્યાસ પણ જરૂરી છે."
      તેના પસંદગીના ગાયકો વિષે ચાંદનીએ જણાવ્યું હતું કે “મને લતા મંગેશકર અને આશા ભોસલેના ગીતો સૌથી વધુ ગમે છે.  આ ઉપરાંત મને ગાયક અરમાન મલિક અને અરિજિત સિંહ ના ગીતો સાંભળવા ગમે છે.  આ બધાજ કલાકારો અલગ ગુણો ધરાવે છે. આ સિવાય પણ હું લગભગ તમામ ગાયકો અને ગીત કલાકારોના ગીતો સાંભળું છું.

 આ સંજોગોમાં લોકો બોલીવુડમાં ચાંદનીની પ્રગતિ વિશે ઉત્સુક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા મમતા કુલકર્ણી, આંખોમાં આંસુ આવી ગયા...દૂધથી કર્યો અભિષેક

કેદારેશ્વર મહાદેવનું મંદિર

અભિનેત્રી મમતા કુલકર્ણી ફિલ્મ અભિનેત્રી બનવા માંગતી ન હતી

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

lost recipes- આ અનેક પરંપરાગત વાનગીઓને લોકો ભૂલી રહ્યા છે

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

આગળનો લેખ
Show comments