Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે લાભ પાંચમના શુભ મુહુર્તમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા BJPના તમામ 8 ધારાસભ્યોની શપથવિધિ

Webdunia
ગુરુવાર, 19 નવેમ્બર 2020 (11:35 IST)
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે આજે રોજ નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.  રાજ્યમાં તમામ ધારાસભ્યો આજે વિધિવત રીતે શપથ ગ્રહણ કરશે. ત્યારે આ મામલે સત્તાધારી પશ્રના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું કે જીવલેણ મહામારીના કારણે શપથ ગ્રહણ વીધીમાં માત્ર મર્યાદિત સભ્યો હાજર રહેશે.
 
નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જેવી કાકડિયા, વિજય પટેલ,જીતું ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા,આત્મારામ પરમાર,અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો.જે આજે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.
 
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપની સંખ્યા વધીને 111 પહોંચશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments