Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 405 નવા કેસ, માત્ર 6 લોકોના મોત

ગુજરાત કોરોના અપડેટ
Webdunia
સોમવાર, 14 જૂન 2021 (20:43 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1106 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.62 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 9542 એક્ટિવ દર્દી છે, જે પૈકી 223 લોકો વેન્ટિલેટર પર છે અને 9,319 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,01,181 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,319 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત સુરતમાં 1, ભરૂચમાં 1 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,93,131 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments