Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા: હવામાન વિભાગ

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (10:04 IST)
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હાલમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા છે, સાથે સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. 
 
વેધર વોચ ગૃપનો વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરના ૧૬.૦૦ સુધી ૧૭ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૩૧ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સૌથી વધુ ૩૧ મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૦૪.૭૬ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૨૦.૯૧% છે.
 
IMDના અધિકારીશ્રી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, હાલમાં કોઇ નોંધનીય સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોઇ ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરેપુરી શકયતા છે. તા.૪ સપ્ટેમ્બરના રોજ સાયકલોનીક સરકયુલેશન સેન્ટ્રલ રાજસ્થાન તરફ હોવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. તે સિવાય ગુજરાતના અન્ય સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ થવાની શકયતા નહિવત છે.
 
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૪.૪૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૨.૮૦ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૯.૫૧ ટકા વાવેતર થયુ છે. વરસાદને કારણે રાજયનાં ૧૫ જેટલા જિલ્લાઓમાં પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે.
 
સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૨,૭૧,૬૦૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૩૦ ટકા છે. આજ રોજ સરદાર સરોવર ડેમમાં ૧૧,૨૬,૬૨૪ કયુસેક પાણીની જાવક છે. મઘ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ઘટવાની શકયતા હોઇ નર્મદાની સપાટીમાં ૫ણ ઘટાડો થવાની શકયતા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૮૨.૧૬ ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૧૫૬ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-૧૧ જળાશય છે.  તે ઉપરાંત વરસાદને કારણે રાજ્યનાં કુલ ૨૭૧ રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં ૨૨૩, સ્ટેટ હાઇવેનાં ૨૨, નેશનલ હાઇવેનો એક અને અન્ય ૨૫ રસ્તાઓનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Chinmaya krishna das- ચિન્મય દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વકીલની હત્યા મામલે ખળભળાટ મચી ગયો છે, હિન્દુ સંગઠને આરોપો પર સ્પષ્ટતા કરી છે.

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક, વિરોધ હિંસક બન્યો, અબ્દુલ કાદિર ખાન સહિત 12ના મોત

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

આગળનો લેખ
Show comments