મતગણતરીને લઇને ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તમામ મનપાના સ્ટ્રોંગ રૂમ પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરી દેવાયા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે રાજ્ય ચૂંટણી પંચ સહિત, જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. કોવિડ-19ની ગાઇડલાઇનના પાલન સાથે મતગણતરી કેન્દ્રોમાં મોબાઇલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે તો જીત બાદ ઉમેદવારની રેલી કે અન્ય આયોજનો મુદ્દે પણ ચૂંટણી વિભાગે કડક વલણ અપનાવ્યું છે.
રાજ્યની 6 મનપાની બેઠકો અને મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે તો વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે તો સુરત મનપાના 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે તો ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે
સુરતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમ રાખવામાં આવ્યા છે. શહેરમાં 30 વોર્ડની 120 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સુરત પાલિકાનું 46 ટકા નોંધાયું હતું મતદાન. શહેરમાં શહેરમાં બે જગ્યા એ યોજાશે ગણતરી. 16 વોર્ડની ગણતરી એસવીએનઆઇટી કોલેજ જ્યારે બીજા 14 વોર્ડની ગણતરી ગાંધી એન્જીનયરિંગ કોલેજ ખાતે યોજાશે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઇવીએમ ખુલશે.