rashifal-2026

મહેસાણામા હીટ એંડ રનની ઘટના,

Webdunia
શનિવાર, 7 મે 2022 (00:23 IST)
મહેસાણામા મોડીરાત્રે એક હચમચાવી દેનારી હીટ અને રનની ઘટના બની છે.  રાતના વાહન ચેકીંગમા પોતાની ફરજ નિભાવનારા એક GRD જવાને ચેકિંગ માટે એક ટ્રકને ઉભી રાખવા સામે આવીને હાથ કર્યો તો  બેફામ ટ્રક ચાલકે ટ્ર્ક રોકવાને બદલે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રક ડ્રાઇવરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 
મહેસાણામાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન સોલંકી બાબુભાઇ અને ચૌધરી પરેશભાઈ ગતરાત્રે સુવિધા સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા એ દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાલાવાસણા તરફથી RJ 14 GJ 6961 નંબરનો ટર્બો ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક બેફામ રીતે હંકારી ફરજ પર રહેલા GRD જવાન સોલંકી બાબુભાઇને અડફેટે લઇ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
 
અકસ્માતમાં મૃતકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલમાં સીસીટીવીના મદદથી ટ્રકને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

આગળનો લેખ
Show comments