Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવ્યાંગ લોકોની સૌથી મોટી ટીમ દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં પહોંચશે

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:22 IST)
દેશભરમાંથી દિવ્યાંગજનો વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર પોતાના અસામર્થ્ય સાથે એક વિશાળ ટીમ તરીકે પહોંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપશે. ભારત સરકારે સિયાચીન ગ્લેશિયર પર ચઢાણ કરવા માટે શારીરિક અસામર્થ્ય ધરાવતા લોકોની ટીમને અનુમતિ આપી છે. દિવ્યાંગજનોની ટીમને સશસ્ત્ર દળોનાં અગ્રણીઓની ટીમ ‘Team CLAW’એ તાલીમ આપી છે. 
 
દેશભરમાંથી પસંદ કરાયેલા દિવયાંગજનો કુમાર પોસ્ટ (સિયાચીન ગ્લેશિયર) સુધી ચઢાણ કરશે જેથી દિવ્યાંગજનોની સૌથી વિશાળ ટીમ દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર પર પહોંચીને એક નવો રેકોર્ડ સ્થાપી શકાય.
 
આઝાદી પર્વ નિમિત્તે, કેબિનેટ મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે દિવ્યાંગજન સિયાચન ગ્લેશિયર એક્સ્પિડિશન ટીમને લઈ જતા વાહનને ફ્લેગ-ઓફ આપીને ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, 15 જનપથ, નવી દિલ્હી ખાતેથી રવાના કર્યુ હતું, જે હાંસિયામાં રહેલા સમુદાયોને સશક્ત કરવા માટે અને સમાજમાં સામાજિક આર્થિક પરિવર્તન લાવવા માટેના સંશોધન અને નીતિ પ્રદાન કરવા માટેની ફરજિયાત અગ્રણી સ્વાયત્ત સંશોધન સંસ્થા છે.
 
આ અગ્રણી અભિયાન, ‘ઓપરેશન બ્લુ ફ્રિડમ’ના સફળ અમલીકરણ, ભારતને દિવ્યાંગજનોને સશક્ત બનાવવામાં એક નેતા તરીકે વૈશ્વિક મંચ પર મજબૂતીથી સ્થાપિત કરશે જ પણ સાથે યુદ્ધના મેદાન ઉપરાંત તેની બહાર પણ ભારતના સશસ્ત્ર દળોના કૌશલ્ય અને હૃદયને પણ શક્તિશાળી સ્વરૂપે ચિત્રિત કરશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments