Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, 14 દિવસમાં મહાપાલિકાના ચોપડે તાવ-શરદીના 1 હજાર 184 કેસ

રાજ્યમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, 14 દિવસમાં મહાપાલિકાના ચોપડે તાવ-શરદીના 1 હજાર 184 કેસ
, શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (16:27 IST)
ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે હવે કોરોના કેસો મંદ પડ્યાં છે પરંતુ બીજી બાજુ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો મોટા પાયે ફાટી નીકળ્યો છે. રાજ્યમાં મોટા પાયે બાળકો ઋતુગત બીમારીના ભરડામાં આવી રહ્યાં છે. 
જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં.
જ્યારે ઓગસ્ટ મહિનામાં ફક્ત 12 દિવસમાં જ 1 હજાર 470 બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં. જે પૈકી 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી 
 
અને તાવના કેસો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે.
વડોદરામાં પણ માં તાવના ૨૧૨ કેસ, ચિકનગુનિયાના 17 તો ડાયેરિયાના 145 કેસ સામે આવ્યાં
 
જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ
ડેંગ્યુ – 8
મેલેરિયા- 6
ચિકનગુનિયા- 3
ટાઈફોઈડ તાવ- 1
કોલેરા- 2
ઝાડા અને ઉલ્ટી- 27
વાયરલ તાવ- 79

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IND VS ENG, 2nd Test Day 2:- બીજા દિવસની રમત શરૂ થતા જ ભારતના બે વિકેટ પડ્યા