Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિન ગુજરાતી ઓફિસરોની નેમ પ્લેટ જોઈને દુ:ખ થાય છે - નીતિન પટેલ

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2020 (11:44 IST)
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ભાજપા પ્રવક્તા નિતિન પટેલે પ્રદેશમાં ગુજરાતીઓના આઈએએસ અને આઈપીસ જેવી સેવાઓમાં સામેલ થવા પર જોર આપ્યુ છે. રાજધાની ગાંધીનગરમાં પટેલ સમુહના એક કાર્યક્રમમાં આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ અધિકારીના રૂપમાં જોવા મળતા નથી.  અનેક રાજ્યોમાં સ્થાનીક અધિકારીઓને નોકરશાહીમાં પ્રમુખતા મળે છે પણ આપણા રાજ્યમાં ખૂબ ઓછા ગુજરાતી આઈએએસ/આઈપીએસ અધિકારી છે. 
 
કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યુ કે ગુજરાતી પારંપારિક રૂપથી બિઝંસ સ્થાપિત કરવા કે સારી શક્યતાઓ માટે વિદેશોમાં પ્રવાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરતા રહ્યા છે. તેમણે આગળ કહ્યુ, 'ગુજરાતીઓએ કદાચ જ આપણી સરકારી નોકરીઓમાં આગળ વધવા પર જોર આપ્યુ હશે.  જેવુ કે અન્ય રાજ્યના યુવાઓ કરે છે.   આપણા ગુજરાતમાં આઈએએસ/આઈપીએસ, રેલવે, બેકિંગ કે કેન્દ્રીય સાર્વજનિક ઉપક્રમોક જેવા કે ONGCમાં સ્થાનીક લોકોનુ વધુ પ્રતિનિધિત્વ નથી. તેથી રાજ્યના સર્વોત્તમ હિત સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે ગુજરાતી પ્રતિયોગી પરિક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીમાં આવે. હુ સચિવાલયમાં ગુજરાતી અધિકારીઓની મોટી સંખ્યામાં નેમપ્લેટ જોવા માંગુ છુ. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓએ તાજેતરમાં જ યુપીએસસીની પરીક્ષાઓમા આગળ પડતો ભાગ લેવો શરૂ કરી દીધો છે. વર્ષ 2018ની યુપીએસસી પરીક્ષામાં રાજ્યમાંથી 18 ઉમેદવારોને ટૉપ પોઝીશન મળી હતી. તેમા એક ઉમેદવાર ટોપ 100માં રહ્યો હતો. વર્ષ 2018માં ગુજરાતના યુપીએસસીમાં સારો સ્કોર કર્યો અને 43 ઉમેદવારોને પરીક્ષા પાસ કરી. હિન્દી છાપા દૈનિક ભાસ્કરમાં છપાયેલ સમાચાર મુજબ આંકડાની વાત કરીએ તો ગુજરાતના કુલ 504 નોકરશાહોમાંથી   માત્ર 35 ટકા એટલે કે 179 જ પ્રદેશના જ્યારે કે ઉત્તર પ્રદેશ 54 અને બિહારના 49 અધિકારી છે. 
 
આઈએએસ સ્તર કુલ 243 અધિકારીઓ ગુજરાતના 86 અને ઉત્તર પ્રદેશના 25 અને બિહારના 17 છે.  પ્રદેશમાં કુલ 170 આઈપીએસ અધિકારી છે. જેમાથી ગુજરાતના 72 છે. અને ઉત્તર પ્રદેશના 17 અને બિહારના 20 છે.  રાજ્યમાં કુલ 91 આઈએફએસ અધિકારી છે. જેમા 21 ગુજરાત અને 12 ઉત્તર પ્રદેશ અને 12 બિહાર અને અન્ય રાજ્યોમાંથી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ સોજી છે

ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

રામ ગોપાલ વર્માને 3 મહિનાની સજા, 7 વર્ષથી ચાલી રહ્યો હતો કેસ, જાણો શું છે મામલો

વધુ જુઓ..

નવીનતમ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

Republic Day Special Suit- પ્રજાસત્તાક દિન દેશભક્તિમાં રંગ, ઓફિસમાં આ 3 રંગોના સલવાર-સૂટ પહેરો

આગળનો લેખ
Show comments