Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા
, રવિવાર, 5 જાન્યુઆરી 2020 (14:25 IST)
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPSની પરીક્ષા ક્લિયર કરી શકતા નથી.
તેમણે સમારોહમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે "ગુજરાતીઓ અમેરિકામાં તો મોટા પ્રમાણમાં પહોંચ્યા છે."
"પરંતુ કમનસીબે IAS, IPS અને IFS જેવા હોદ્દા પર વધારે પ્રમાણમાં જોવા નથી મળતા."
તેમણે આગળ કહ્યું હતું કે "રાજ્યના યુવાનોએ મોટા પ્રમાણમાં UPSCની પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા હાંસલ કરવી જોઈએ."
"દરેક રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્રમાં સ્થાનિક અધિકારીઓને પ્રાથમિકતા અપાય છે, પરંતુ કમનસીબીની વાત તો એ છે કે રાજ્યના સચિવાલયમાં ખૂબ જ ઓછા ગુજરાતી IAS/IPS/IFS અધિકારીઓ જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ટી -20 શ્રેણીમાં ઘણી કોયડાઓ હલ કરવાની છે, જે આજે વર્ષની પ્રથમ મેચ છે