Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીના ચરિત્ર પર શંકા કરી પતિએ પુત્રીની કરી હત્યા, કહ્યું- બીજાની હતી

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (08:38 IST)
ગુજરાતના આણંદ જિલ્લામાં પત્નીના ચરિત્ર પર શંકા કરી યુવકે પોતાની પાંચ વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે ઘટનાના થોડા કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે લગ્ન પહેલાં તેની પત્નીને એક યુવક સાથે પ્રેમ હતો. તેની પહેલી પુત્રી તેના પ્રેમીથી થઇ છે. પત્ની સાથે ઝઘડો થતો હતો તો તે પણ આ વાતને લઇને મેણા મારતી હતી. એટલા માટે તેણે પરેશાન થઇને પુત્રીનું ગળું દબાણીને મોતને ઘાટ ઉતારી દીધી.  
 
મળતી માહિતી અનુસાર આઘટના અંકલાવ તાલુકાના મુજકુવા ગામની છે. ઉપ નિરીક્ષક પીકે સોઢાએ જણાવ્યું કે અંકલવ તાલુકા પોલીસે 23 વર્ષીય શૈલેષ પઢિયારની ધરપકડ કરી લીધી છે. તે ખેડૂત છે. તેણે મુજકુવા ગામમાં પોતાના ઘરની નજીક જ એક ખેતરમાં પુત્રીની કથિત કરી ગળું દબાવીને હત્યા કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તે તપાસ દરમિયાન આ ખુલાસો થયો કે વ્યક્તિ પોતાને પત્ની સાથે સતત ઝઘડતો હતો અને તેને શંકા હતી કે તેની પત્નીને અફેર છે અને આ બાળકી તેની નથી. 
 
અધિકારી જણાવ્યું કે ''26 જાન્યુઆરીના રોજ શૈલેષએ પોલીસ પાસે જઇને દાવો કરોય કે કોઇએ ગળું દબાવીને તેની પુત્રીની હત્યા કરી દીધી છે. જોકે પોલેસને શંકા જતાં પૂછપરછ દરમિયાન વ્યક્તિએ રડતાં રડતાં ગુનો સ્વિકાર કરી લીધો. પોલીસે જણાવ્યું કે શૈલેષ બાળકીને ખેતરમાં લઇ ગયો અને ત્યાં ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો અને બાળકીને શોધવા લાગ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments