Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિમારીએ લીધો ભાઇ-બહેનનો ભોગ, બહેનને ઝેર આપી ભાઇ દવા ગટગટાવી લીધી

બિમારીએ લીધો ભાઇ-બહેનનો ભોગ, બહેનને ઝેર આપી ભાઇ દવા ગટગટાવી લીધી
, ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (12:50 IST)
જામનગરમાં અત્યંત દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગત 24 કલાકમાં બે મૃતદેહ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. માત્ર 24 કલાકમાં વૃદ્ધ ભાઇ-બહેનની લાશ મળી આવી છે. જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા અનિલભાઇ અને સિક્યોરિટીમાં તેમની વૃદ્ધ બહેન હર્ષિદાની લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે જામનગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. 
 
બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.67) ની લાશ મંગળવારે સવારે તેમના ઘરેથી મળી આવી હતી. તેઓ સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. તેઓ આંચકીની બિમારી પીડાતા હતા. હર્ષિદાબેનની આત્મહત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો ત્યાં તો તેમના ભાઇ અનિલ છગનભાઈ જેઠવા (ઉ.વ.58) ની લાશ જૂની આરટીઓ પાસેના તળાવ નજીકથી મળી આવી હતી.  24 કલાકના અંતરે વૃદ્ધ ભાઈ-બહેનની લાશો મળતા શહેરભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. 
 
જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા અપરિણીત વૃદ્ધ મહિલા અને તેના વૃદ્ધ ભાઈની 17 કલાકના અંતરમાં લાશો મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને પ્રથમ તો આ બનાવ આપઘાતનો લાગ્યો હતો, પરંતુ ભાઈ પાસેથી મળીને સ્યુસાઈટ નોટ અને પોસ્ટમોર્ટમ થતાં ઘટસ્ફોટ થયો હતો કે, વૃદ્ધ ભાઈએ પ્રથમ તેની બહેનને ગળાટૂંપો આપી મારી નાખી હતી બાદમાં પોતે ઝેરી દવા પી બન્ને હાથોની નસો કાપી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
 
આ દરમિયાન પોલીસે બન્નેનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં અનિલભાઈએ તેની વૃદ્ધ બહેનનું ગળું દાબીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અનિલભાઇને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી, પરંતુ તેમને લાગ્યું કે તેમનું મોત થશે નહી એટલે તેમણે તેમના બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે તો માનસિક બીમારી માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતક અનિલની લખેલી મનાતી સ્યુસાઈટ નોટ કબજે કરી આગળ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુનિયન બજેટ 2021 નજીક આવી રહ્યું છે, શું સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?