rashifal-2026

કોરોનાના દર્દીને નકલી ‘ટોસિલિઝૂમેબ’ ઇન્જેક્શન આપનાર 5 લોકો સામે ગુનો નોંધાયો

Webdunia
મંગળવાર, 21 જુલાઈ 2020 (12:16 IST)
સુરતમાં પકડાયેલા નકલી ‘ટોસિલિઝૂમેબ’ ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડ મામલે અમદાવાદના સુભાષબ્રીજ પાસે કેમિસ્ટની દુકાન ધરાવતાં બે સગાભાઈ સહિત પાંચ લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પાંચ પૈકીના ચારની અટકાયત કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ વસ્ત્રાપુર પોલીસને આપેલી ફરિયાદ મુજબ સાલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના  દર્દીને બિલ વગર રૂ. 1.35 લાખમાં 3 બોક્ષ ‘ટોસિલિઝૂમેબ’ ઇન્જેક્શન મેળવ્યા હતા. જે નકલી હોવાનું બહાર આવતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સુભાષબ્રિજ પાસે આવેલી મા ફાર્મસી નામની દુકાનના માલિક અક્ષય અને આશિષ શાહ પાસેથી દર્દીના સગાએ ખરીદ્યા હતા. આ ઇન્જેક્શન બાબતે દુકાનમાં તપાસ કરતા ‘ટોસિલિઝૂમેબ’ ઇન્જેક્શન મળ્યા ન હતા. જેથી બંનેની પૂછપરછ કરતા ચાંદખેડાના રહેવાસી અને બોડી બિલ્ડર એવા હર્ષ ઠાકોર પાસેથી SVP હોસ્પિટલ પાસે આવી 80000માં ખરીદ્યા હતા. જેથી હર્ષ ઠાકોર આ ઇન્જેક્શન આપતો હોવાને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હર્ષને SVP હોસ્પિટલમાં બોલાવી પૂછપરછ કરતા પાલડીમાં પ્રોટીન પાવડરનું વેચાણ કરતા નિલેશ લાલીવાલા પાસેથી ખરીદ્યા હતા. આરોપી હર્ષ ઠાકોરે નકલી ‘ટોસિલિઝૂમેબ’ના 2 બોક્ષ રૂ. 50 હજારમાં નરેશ ચૌધરી નામના વ્યક્તિને આપ્યા હતા. જ્યારે રૂ. 80 હજારમાં મા ફાર્મસીના અક્ષય શાહને આપ્યા હતા. નિલેશે સ્ટીરોઇડ ઇન્જેક્શન સુરતના સોહેલ પાસેથી ખરીદ્યા હતા અને આ ઇન્જેક્શન હર્ષ અને એથલિટ વ્યક્તિને બિલ વગર વેચે છે. અગાઉ હર્ષને અલગ અલગ બ્રાન્ડના વિવિધ સ્ટીરોઇડ ઇન્જેક્શન રૂ. 2 હજારથી 3 હજાર સુધીમાં વેચ્યા હતા. પરંતુ GENIC PHRAMAના નામે ક્યારેય ઇન્જેક્શન વેચ્યા નથી.  હર્ષ ઠાકોરને આશિષ શાહને જ્યારે વોટ્સએપ પર ‘ટોસિલિઝૂમેબ’  નામના ઇન્જેક્શનના ફોટો મોકલવા બાબતે પૂછપરછ કરતા તેણે આ લેબલવાળા ઇન્જેક્શનનાં ફોટો ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછપરછ કરતા જવાબ આપ્યો ન હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

આગળનો લેખ
Show comments