Festival Posters

ભાજપ અને કોંગ્રેસના એક- એક ધારાસભ્યોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (16:45 IST)
કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવે તે પહેલાં જ ડોક્ટરે ચેકઅપ માટે બોલાવ્યા હોવાનો પણ ગેનીબેનનો દાવો કર્યો હતો. જોકે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગેનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી કરી છે. તેમણે ગેનીબેન ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી છે. ત્રણ દિવસ પહેલા ગેનીબેનને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. જેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ગેનીબેન હાલ ગાંધીનગરથી અમદાવાદ હોસ્પિટલમાં આવવા નીકળી રહ્યા છે.આજે સુરતના ભાજપના ધારાસભ્ય પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતાં તેમને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં સારવાર ચાલું કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે. નોંધનીય છે કે, અગાઉ ભાજપના જગદીશ પંચાલ, કિશોરસિંહ ચૌહાણ, બલરામ થાવાણીને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ સિવાય કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈંડા કે સોયાબીન, કોણ છે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત ?

બુંદી રાયતા ઉનાળા માટે શ્રેષ્ઠ છે, પાચન સુધારે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, 2 મિનિટમાં કેવી રીતે બનાવશો તે શીખો?

Devi Durga names for baby girl - મા દુર્ગા દ્વારા પ્રેરિત છોકરીઓના નામ

Kids Moral story- પાણીનો સ્વાદ

No Gas Dishes List: ગેસ ખલાસ થઈ ગયો છે ? મિનિટોમાં બની જશે ગેસ વગર આ 50 ડિશ

વધુ જુઓ..

નવીનતમ

લગ્ન પછી ગૌરવ કપૂરે શેર કર્યો રોમેન્ટિક પોઝ, પત્ની કૃતિકા કામરા પર પ્રેમ છલકાવતો જોવા મળ્યો

ગુજરાતી જોક્સ - તમે કેટલા સરસ છો?

ગુજરાતી જોક્સ - કેટલું કમાઉ છું

નિક જોનાસની ધર્મની બહેનનુ 30 વર્ષની વયે નિધન, પ્રિયંકા ચોપડાના સાસ્રિયામા શોક

'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.

આગળનો લેખ
Show comments