Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસપીજીમાં પ્રમુખ પદને લઈને વિવાદ, અધ્યક્ષ લાલજી પટેલના નિર્ણયનાં વિરોધમાં નવી સમિતિ બનાવીને અધ્યક્ષ બદલ્યા

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (13:16 IST)
પાટીદારોના સંગઠન એસપીજી (સરદાર પટેલ સેવાદળ) ગ્રુપમાં ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. લાલજી પટેલ અને પૂર્વીન પટેલ વચ્ચે મતભેદ થતા વિવાદ વકર્યો છે. એસપીજી પ્રમુખ પદને લઈને આ વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ પદ માટે અશ્વિન પટેલની નિમણૂંક થતા પૂર્વીન પટેલ અને ગૌરાંગ પટેલે લાલજી પટેલ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.પાટીદાર સમાજના યુવાનોનાં સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યાં છે. લાલજી પટેલે અટકાવેલી નિમણૂંકને લઈને સમગ્ર વિવાદ વકર્યો છે. નોંધનીય છે કે, અગાઉ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદ્દા રદ કર્યા હતાં. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષનાં નિર્ણયને દર કિનારે કરાયો છે.પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા એસપીજીના લાલજી પટેલના નિર્ણયનાં વિરોધમાં નવી સમિતિ બનાવવામાં આવી છે. એટલે કે, હવે એસપીજીના અધ્યક્ષ બદલાવાયા છે. એસપીજી ગ્રુપના નવા હોદ્દેદારો નિમવા મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જો કે આ મામલે લાલજી પટેલે જણાવ્યું હતું કે, "એસપીજી ગ્રુપનાં કોઇ નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં નથી આવી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગોનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી તેઓ અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર ન હોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પૂર્વિન પટેલની વરણી કરવામાં આવી છે. 27 જુલાઈ, 2021ના રોજ એસપીજીના હોદ્દા અને વરણી સ્થગિત કર્યા હતાં. બાદમાં 17 જાન્યુઆરી સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ નથી." આ પૂર્વે હોદ્દેદારોએ બળવો પોકારી ગઈકાલે સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. આ કારોબારી બેઠકમાં એસપીજીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનાં અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂંક કરાઈ હતી. પૂર્વે હોદ્દેદારોએ કોરોનાના કારણે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી.

સંબંધિત સમાચાર

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments