Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વકરતાં ફરી એકવાર મંદિરોને લાગવા લાગ્યા તાડ્યા, હવે શામળાજી બાદ આ મંદિર રહેશે બંધ

કોરોના વકરતાં ફરી એકવાર મંદિરોને લાગવા લાગ્યા તાડ્યા, હવે શામળાજી બાદ આ મંદિર રહેશે બંધ
, મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (11:17 IST)
રાજ્યમાં વધુ એક મંદિર કોરોના સંક્રમણના કારણે બંધ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. દ્વારકા, ડાકોર, બહુચરાજી, શામળાજી અને બાદ હવે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર પણ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થવાના કારણે અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર બંધ કરાયું છે. એકદમથી કેસમાં ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયા છે.
 
૩૧ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો ટ્રસ્ટીઓ દ્વારા ર્નિણય લેવાયો છે. ૩૧ જાન્યુઆરી બાદ કેસની સ્થિતિ જાેઈને ટ્રસ્ટી મંદિર ખોલવા અંગે આગામી ર્નિણય લેશે.
 
કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદમાં અગાઉ લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે ૨૪૮ દિવસ પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ. ભક્તોની વારંવાર રજૂઆત બાદ આર્મી કેન્ટોન્મેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા કેમ્પ હનુમાનનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતુ.
 
હવે ફરી કેમ્પ હનુમાન મંદિર બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં નિરાશા જાેવા મળી રહી છે. નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે.
 
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ કેસ અમદાવાદમા છે, ત્યારે આ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હંમેશા રહેતી હોય છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના કેસ વધતાં પ્લેટફોર્મ ટિકિટ પણ બની મોંઘી, હવે ચૂવવવા પડશે 3 ગણા પૈસા