Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોનુ ભારત બંંધ ગુજરાતમાં મિશ્ર પરિસાદ - ગ્રાઉંડ રિપોર્ટ

Webdunia
મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (16:28 IST)
ખેડૂતોએ આજે આપેલા ભારતના બંધને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોઇ અનિચ્છય ઘટના બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે, પરંતુ કોંગ્રેસી નેતાઓ આ આંદોલનના સમર્થનમાં છે. આ સવારે નેશનલ હાઇવે સાણંદ, વડોદરા, ભરૂચ, દહેજ અને જાંબુઆ હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા, અને હાઇવે જામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં તેમને અટકાવી દીધા હતી. આ મુદ્દે દહેજની પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કામિની બાની વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. 

અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમા જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા. કેટલાક દુકાનદારો પરેશ ધાનાણીની વાત માની દુકાનો બંધ પણ કરતા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને છટકી જવામાં સફળ થયા હતા. અને અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો. જોકે આખરે પરેશ ધાનાણી અને કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
 
આ ઉપરાંત ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની રાતેજ અટકાયત કરાઈ હતી જેઓ ને LCBએ લઈ જવાયા હતા ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત થઈ ચૂકી છે. જ્યારે અમદાવાદ નજીક સાણંદમાં સવારે 7 વાગ્યે કેટલાક ખેડૂતો ની અટકાયત કરાઈ હતી.
રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબાવાળા સહિત 5થી 7 મહિલા કાર્યકરો ની પણ અટકાયત કરી લેવાઈ છે.
રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળતા ગાયત્રીબાની અટકાયત કરી હોવાના અહેવાલો જાણવા મળી રહ્યા છે આમ સમગ્ર રાજ્ય માં 144 મી કલમ લાગુ હોવા છતાં પણ કાર્યકરો નીકળતા અટકાયત નો દૌર શરૂ થયો છે.
 
જો સુરતની વાત કરીએ તો ઉધના વિસ્તાર કોગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. સુરત APMC માર્કેટ બંધ કરાવવા કોંગી મહિલા કાર્યકરો પહોંચી હતી. પોલીસ દ્વારા 4 મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. 
 
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તો તરફ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડીયા, કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા, કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા, કોર્પોરેટર મમતા સવાણી અને કોંગી કોર્પોરેટર નિલેશ કુંભાનીની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. તેઓ APMC ના ચેરમેનની ઓફિસમાં ઘુસી ગયા હતા. સાથે જ તેમની કાર પણ ડિટેઈન કરાઈ છે. 
 
તમને જણાવી દઇએ કે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે ભારત બંધનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. જોકે કોરોના ગાઇડલાઇન અનુસાર ક્યારેય પણ 50થી વધુ લોકો જમા પર પાબંધી છે. 
 
ટાયરો સળગાવાયા
ગુજરાતમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. વદોડરા, ભરૂ, દહેજ, જાંબુઆ સહિતના હાઇવે ઉપર ટાયરો સળગાવવા જેવી ઘટના સાથે જ વાહન વ્યવહાર રોકી દેવાતાં તંત્ર દોડતું થઈ ગયું છે. . તો બીજી તરફ, જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ આપ્યો હતો. જોકે, ટાયરો કોણે સળગાવ્યાએ વાત જાણી શકાઈ નથી.જોકે,રાજ્ય માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હોવાછતાં પણ હાઇવે ઉપર દેખાવો જોવા મળી રહ્યા છે.
 
કડક કાર્યવાહીતથશે
સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ખેડૂતો તરફથી કરવામાં આવેલા 'ભારત બંધ (Bharat Bandh)ના આહવાનનું ગુજરાત સમર્થન કરી રહ્યું નથી. એવામાં જો બળજબરીપૂર્વક દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનોને બંધ કરવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી થશે. 
 
કલમ 144 લાગૂ
આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું આહવાન આપવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં પણ કેટલાક ખેડૂત સંગઠનોએ સમર્થન આપ્યું છે. ત્યારે ભારત બંધના આહવાન દરમિયાન પણ રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ રહે એટલા માટે સમગ્ર રાજ્યમાં આઈપીસીની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદ કરીને આજના ભારત બંધના એલાન સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના તમામ આદેશો આપી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવ પેટાચૂંટણી: બીજા રાઉન્ડની મતગણતરી પછી પણ કૉંગ્રેસ આગળ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: નાગપુરથી દેવેન્દ્ર ફડણવીસ પાછળ, રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પાછળ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્ક્રર

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

આગળનો લેખ
Show comments