Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ MSP-MSP શુ છે ? સમજો એ ફંડો જેના પર ભડકી ઉઠ્યા છે ખેડૂત

આ MSP-MSP શુ છે ?  સમજો એ ફંડો  જેના પર ભડકી ઉઠ્યા છે ખેડૂત
, મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (11:37 IST)
ભૂખ, તરસ અને કડકડતા શિયાળાની ચિંતા કર્યા સિવાય દેશના અન્નદાતા કહેવાતા ખેડૂતો છેલ્લા 7 દિવસથી રસ્તાઓ પર(Kisan Andolan) છે. સેંકડો કિલોમીટર દૂર, પોતાના ઘરની સુખ સુવિદ્યા છોડીને, હજારો ખેડૂત દિલ્હીની સરહદની શેરીઓ પર છાવણી લગાવી બેઠા છે.
 
ખેડુતોનો વિરોધ: કડકડતી ઠંડી અને ભૂખને ધ્યાનમાં લીધા વિના, દેશના અન્નદાતા તરીકે ઓળખાતા ખેડૂત છેલ્લા 7 દિવસથી શેરીઓ પર (કિસાન આંદોલન) છે. સેંકડો કિલોમીટર દૂર, પોતાના ઘરની સગવડતાઓ છોડીને, હજારો ખેડૂત દિલ્હીની સરહદની શેરીઓ પર છાવણી લગાવી બેઠા છે.
webdunia
ગઈકાલે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વાતચીતનો દોર ઘણા કલાકો સુધી ચાલ્યો, પરંતુ પરિણામ મળ્યું નહી. હવે આવતીકાલે ગુરુવારે ફરી વાતચીત શરૂ થશે. 
 
ખેડુતોના આંદોલન (farmers agitation)માં એક વાત વારંવાર બહાર આવી રહી છે અને તે છે પાકનો લઘુતમ ટેકાના ભાવ એટલે કે(Minimum support price) એમએસપી.
 
ખેડુતોનું કહેવું છે કે સરકારે તાજેતરમાં ઘડેલા ત્રણ નવા કૃષિ કાયદા(New Farm Laws)બનાવ્યા છે તેની પાછળ સરકારની ઈચ્છા  લઘુતમ ટેકાના ભાવની સિસ્ટમનો અંત લાવવાનો છે. જો કે, સરકાર વારંવાર એ જ પુનરાવર્તન કરી રહી છે કે નવા કાયદાથી વર્તમાન સ્થિતિ પર કોઈ અસર થશે નહીં, તેનાથી વિપરીત, ખેડૂતોને ફાયદો થશે. એમએસપી સિસ્ટમ પહેલાની જેમ ચાલશે
webdunia
ન્યૂનતમ સમર્થન મુલ્ય (MSP) ટોપ ટ્રેડ બન્યુ છે. આપણામાંના ઘણાને આ વાતની જાણ પણ નહી હોય કે એમએસપી શું છે અથવા તે કેવી રીતે નક્કી થાય છે, ખેડૂતોને શું ફાયદો છે. અહીં અમે તમને વિસ્તારથી જણાવી રહ્યા છીએ કે આ એમએસપી શું છે અને તે નક્કી કરવાનો ફોર્મૂલા શું છે.
 
ન્યૂનતમ સમર્થન મુલ્ય (What is Minimum support price)
 
MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈસ કે પછી ન્યૂનતમ સમર્થન મૂલ્ય હોય છે. MSP સરકાર તરફથી ખેડૂતોની અનાજવાળા કેટલાક પાકના ભાવની ગેરંટી હોય છે. રાશન સિસ્ટમ હેઠળ જરૂરી લોકોને અનાજ પુરૂ પાડવા માટે આ એમએસપી પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. 
 
બજારમાં તે પાકના ભાવ ભલે કેટલા પણ ઓછા કેમ ન હોય પણ સરકાર તેને  નક્કી કરેલા એમએસપી પર જ ખરીદશે. તેનો ફાયદો એ હોય છે કે ખેડૂતોને  તેમના પાકના નિયત ભાવ અને તેમના પાકના ભાવમાં કેટલો ચાલી રહ્યો છે તે વિશેની જાણકારી મળી જાય છે. જો કે, બજારમાં સમાન પાકના ભાવ ઉપર અથવા નીચે થઈ શકે છે. આ ખેડૂત ઈચ્છા પર નિર્ભર કરે છે કે તે પાક સરકારને વેચે, એમએસપી પર વેચે કે પછી વેપારીને નક્કી કિમંત પર પરસ્પર સહમતિથી વેચે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિરપુરમાં માસ્‍ક વગર ફરતી વ્‍યકિતઓ પાસેથી રૂા. ૫૧૦૦નો દંડ વસુલ કરાયો