Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM Cabinet - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં જાણો કયા મંત્રીને મળ્યુ કયુ ખાતુ

Webdunia
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (17:51 IST)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
 
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી રહી છે. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાશે.
 
જૂના મંત્રીઓએ કેબિનો ખાલી કરી
ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્કૂલ -1 ખાતે નવા મંત્રીઓના આગમનને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ-1ના ગેટ પર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. જ્યારે જૂની સરકારમાં રહેલા મંત્રીઓ પણ મંત્રીપદ મળશે એવી અપેક્ષાએ બેસી રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળમાં ન સમાવાતા નિઃશાસો નાખી કાર્યાલય ખાલી કરી રહ્યા છે. તેમના કાર્યાલયમાંથી થેલેથેલા ભરીને બધું કાઢીને વાહનોમાં ભરવામાં આવી રહ્યું છે.

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ
 
1. ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી 
2. રાજેન્દ્ર ત્રિવેદી – (રાવપુરા  વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ) 
3. જીતું વાઘાણી – (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ) 
4. ઋષિકેશ પટેલ – (વિસનગર – મહેસાણા) લેઉઆ પટેલ (કેબીનેટ) 
5. પુર્ણેશ મોદી – (સુરત પશ્ચિમ) ઓબીસી (કેબીનેટ) 
6. રાઘવજી પટેલ – (જામનગર) લેઉઆ પટેલ (કેબીનેટ) 
7. કનુ દેસાઈ – પારડી – બ્રાહ્મણ (કેબીનેટ) 
8. કિરીટસિંહ રાણા – લીંબડી – ક્ષત્રિય (કેબીનેટ) 
9. નરેશ પટેલ – ગણદેવી – ST (કેબીનેટ) 
10. પ્રદીપ પરમાર – અસારવા અમદાવાદ – ST (કેબીનેટ) 
11. અર્જુનસિંહ ચૌહાણ – મહેમદાબાદ – OBC (કેબીનેટ) 
12. હર્ષ સંઘવી -  મજુરા સુરત – જૈન (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા) 
13. જગદીશ પંચાલ – નિકોલ – ઓબીસી (રાજ્યકક્ષા) 
14. બ્રિજેશ મેરજા – મોરબી – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
15. જીતુભાઈ ચૌધરી કપરાડા – ST (રાજ્યકક્ષા) 
16. મનીષાબેન વકીલ – વડોદર – sc (રાજ્યકક્ષા) 
17. મુકેશ પટેલ – ઓલપાડ – કોળી પટેલ (રાજ્યકક્ષા) 
18. નીમીશાબેન સુથાર – મોરવાહડફ – ST (રાજ્યકક્ષા) 
19. અરવિંદ રૈયાણી – રાજકોટ – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
20. કુબેર ડીંડોર – સંતરામપુર – ST (રાજ્યકક્ષા) 
21. કિર્તીસિંહ વાઘેલા – કાંકરેજ – ક્ષત્રીય  (રાજ્યકક્ષા) 
22. ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ – ઓબીસી (રાજ્યકક્ષા) 
23. રાઘવજી મકવાણા – મહુવા ભાવનગર – કોળી (રાજ્યકક્ષા) 
24. વિનોદ મોરડિયા – કતારગામ – પટેલ (રાજ્યકક્ષા) 
25. દેવા માલમ – કેશોદ – કોળી (રાજ્યકક્ષા) ]


06:37 PM, 16th Sep
રાજયકક્ષાના મંત્રીશ્રી

- શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
- શ્રીમતી નિમિષાબેન સુથાર આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
- શ્રી અરવિંદભાઈ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
- શ્રી કુબેરભાઈ ડીંડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને  સંસદીય બાબતો
- શ્રી કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
- શ્રી ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
- શ્રી આર. સી. મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા
- શ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
- શ્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ પશુપાલન અને ગૌ સંવર્ધન

06:36 PM, 16th Sep
રાજયકક્ષાના મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો)

- શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

- શ્રી જગદીશ વિશ્વકર્મા- કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી

- શ્રી બ્રીજેશ મેરજા-શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

- શ્રી જીતુભાઈ હરજીભાઈ ચૌધરી-કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

- શ્રીમતી મનીષાબેન વકીલ-મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

06:35 PM, 16th Sep
- શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ-કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
- શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઇ-નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
- શ્રી કીરીટસિંહ જીતુભા રાણા-વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
- શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
- શ્રી પ્રદિપસિંહ ખનાભાઈ પરમાર-સામાજીક ન્યાય અને અધિકારીતા
- શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

06:30 PM, 16th Sep
- ભૂપેન્દ્ર પટેલ-સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર  યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

- શ્રી રાજેન્દ્ર ત્રિવેદી-મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

- શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી-શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક

- શ્રી રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલ-આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

- શ્રી પૂર્ણેશ મોદી-માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ



06:29 PM, 16th Sep
- પ્રદિપ પરમાર સામાજિક ન્યાય વિભાગ
- નરેશ પટેલ આદિજાતિ અને અન્ન પુરવઠા
- મનીશા વકીલ મહિલા અને બાળ વિકાસ

06:07 PM, 16th Sep
ઉર્જા મંત્રી  - કનુ દેસાઇ
હર્ષ સંઘવી ગૃહ મંત્રાલય
જિતુ વાઘાણી શિક્ષણ વિભાગ
રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ અને કાયદા મંત્રી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

આગળનો લેખ
Show comments