rashifal-2026

જામનગરમાં MLA રીવાબા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે રકઝક, મામલો દિલ્હી સુધી પહોંચ્યો

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (13:45 IST)
Clash between MLA Reevaba and Mayor Binaben Kothari in Jamnagar
'તમે જ સળગાવ્યું છે' તેમ જણાવીને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ ધારાસભ્ય રિવાબાની ઝપટે ચડી ગયા
'ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા' તેવું મેયર બીનાબેનને રીવાબા જાડેજાએ રોકડું પરખાવી દીધું.
 
 ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે ધારાસભ્ય રિવાબા ચર્ચામાં આવ્યાં છે. શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. આ રકઝક થતાં જ જામનગર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. 
 
મારી માટી મારો દેશ કાર્યક્રમમાં રકઝક શરૂ થઈ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશનો કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી. જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.કાર્યક્રમ'માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં રકઝક થતાં  શહેર પ્રમુખ અને નેતાઓ મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. 
 
રિવાબાએ સાંસદ પૂનમ માડમને ખખડાવી નાંખ્યા
જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી.  આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments