Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીપોરજોય વાવાઝોડાની દહેશતના પગલે જામનગર ના એસ.ટી ડેપો.થી આજે ઉપડતી ૫૪ બસના રૂટ કેન્સલ

St bus gujarat
, ગુરુવાર, 15 જૂન 2023 (11:17 IST)
સમગ્ર એસ.ટી બસ ડેપો સુમસામ: તમામ એસ.ટી. બસોને એસ.ટી. ડિવિઝનમાં સુરક્ષિત રખાઇ
 
જામનગર ના એસટી વિભાગ દ્વારા પણ વાવાઝોડાની સંભાવના ના પગલે આજે જામનગર થી ઉપડતી ૫૪ બસના રૂટો કેન્સર કરી દેવામાં આવ્યા છે, જ્યારે તમામ બસને એસટી ડેપોમાં સુરક્ષિત કરીને રાખી દેવામાં આવી છે. જેથી આજે એસટી બસ ડેપોમાં સ્મશાનવત શાંતિ જળવાઈ છે, અને સમગ્ર ડેપો ખાલીખમ નજરે પડી રહ્યો છે.
webdunia
 જામનગરના એસટી ડિવિઝન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ખુબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે, અને એસ.ટી. બસના અનેક રૂટ કેન્સલ કરી દેવાયા હતા, ત્યારે ગઈકાલ સુધીમાં બહારથી આવનારી એસ.ટી. બસોને જામનગરના એસ.ટી. બસ ડેપોમાં સુરક્ષીત કરીને રાખી દેવામાં આવી છે, અને આજે જામનગર થી દ્વારકા- રાજકોટ- અમદાવાદ સહિતના રૂટ પર ઉપડતી ૫૪ બસના રૂટ કેન્સલ કરી દેવાયા છે, અને તમામ બસને સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવી છે. જેના કારણે જામનગર નો એસટી બસ ડેપો સૂમશામ નજરે પડી રહ્યો છે. સંભવિત વાવાઝોડા ની દહેશતના પગલે કોઈ અકસ્માત કે જાનહાની ન થાય, તેની તકેદારીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે ગુજરાતના આ મંદિરો બંધ રહેશે, શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા