Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેડિલા ફાર્માએ બજારમાં ઉતારી રોગ પ્રતિરોધક સીરપ, કરશે આ કામ

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2020 (10:22 IST)
અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ સીરપનુ વિતરણ કરવામાં આવ્યુ છે. 
 
આયુષ મંત્રાલયે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લેવાનાં પગલાં અંગે વિવિધ માર્ગરેખાઓ જાહેર કરી છે. વર્તમાન સમયમાં સલામતી અને સાવચેતીને પ્રોત્સાહનના પ્રયાસ તરીકે કંપનીએ રોગ પ્રતિકારક સીરપ રજૂ કર્યુ છે. આ સીરપ રોગ પ્રતિકારક શક્તિ હાંસલ કરવામાં અને વાયરલ ચેપ લાગવાના કિસ્સામાં  જીવને જોખમ થાય તેવી જટિલતા સામે પ્રતિકાર શક્તિ પૂરી પાડે છે. 
 
આ ફોર્મ્યુલેશન પુખ્ત વયની વ્યક્તિઓ અને બાળકોના ઉપયોગ માટે સીરપના સ્વરૂપે ઉપલબ્ધ છે અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરે છે. કેડિઈમ્યુન ડાયજેસ્ટીવ ફાયર ઉપર કામ કરી સારી ગુણવત્તા ધરાવતી સપ્તધાતુનુ નિર્માણ કરે છે. 
 
અર્ક મેળવવાની અતિઆધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવાયેલુ આ સીરપ તેના સુગંધલક્ષી ગુણધર્મો જાળવી રાખે છે. કેડિઈમ્યુનમાં મુખ્યત્વે નગરમુષ્ઠા (નટગ્રાસ) ઉશીર (ખસ) રક્તચંદન (સુખડ) આદુ, કાલમેઘ હરિતકારી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
કેડિઈમ્યુન આલ્કોહૉલ અને પ્રિઝર્વેટિવ રહિત છે અને તેની કાર્યક્ષમતા અકબંધ રાખવા તેને કાચની બૉટલમાં પેક કરાયુ છે. તે ઈમ્યુનિટી પેદા કરવા માટે સક્ષમ ઓજસ પેદા કરવાનુ કામ કરે છે ઈમ્યુનિટી બુસ્ટર સીરપ 110 મીલી અને 220 મીલીના પેકીંગમાં ઉપલબ્ધ છે. 
 
દેશ જ્યારે અનલોક -2માં પ્રવેશી રહ્યો છે ત્યારે લોકો પોતાની પૂરી તાકાત સાથે બહાર આવે અને વાયરલ ચેપ લાગતો અટકાવી શકે  તે માટે પોતાની રોગ પ્રતિકારક શક્તિની કાળજી લે તે આવશ્યક છે. કેડિઈમ્યુન સામાન્ય શરદી જેવો વાયરલ ચેપ લાગતો તો અટકાવેજ જ છે. પણ સાથે સાથે વાયરલ કે બેકટેરિયલ ચેપના અવારનવાર થતા હૂમલાને રોકે છે અને વાયરલ ચેપ, એલર્જીક રીટનીસ કે ડેંગ્યુના કિસ્સામાં સહાયક થેરાપી તરીકે કામ કરે છે.
 
કેડિલા ફાર્માએ તાજેતરમાં સલામતી અને સેનેટાઈઝેશનને પ્રોત્સાહન માટે વિવિધ સેનેટાઈઝર્સની રેન્જ રજૂ કરી છે સંસ્થાએ તરસાડ, ધોળકા, ઈંગોલી અને વીરડી ગામોમાં વિવિધ આવશ્યક ચીજોની હજારો કીટનુ  વંચિત પરિવારોને વિતરણ કર્યુ છ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

ગુજરાત સરકારનુ મોટુ નિર્ણય હવે બદલી જશે હોસ્પીટલના નિયમો

Maharashtra: ''બટેંગે તો કટેંગે' નો નારો યોગ્ય નથી, ભાજપા નેતા અશોક બોલ્યા - હુ આના પક્ષમા નથી

ટોંકમાં નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો મચાવ્યો, આગ લગાવી, હાઈવે બ્લોક કરી દીધો, પોલીસ ફોર્સને બોલાવવામાં આવી.

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા મેચમાં કીડાનો હુમલો, ખેલાડી મેદાન છોડીને ભાગવા મજબૂર.. જુઓ VIDEO

આગળનો લેખ
Show comments