rashifal-2026

કોંગ્રેસના ધારાસભ્યએ લગાવ્યો આરોપ- ભાજપ ફેલાવી રહી છે કોરોના, ગણાવ્યા 3 કારણો

Webdunia
મંગળવાર, 23 માર્ચ 2021 (11:14 IST)
એક તરફ કોરોનાની બીજી લહેરનો ખતરો શરૂ થઇ રહ્યો છે. તો તરફ તેને લઇને રાજકારણ પણ ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના નેતાઓ પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોરોનાની પહેલી લહેર જ્યારે દેશમાં આવી તો અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકોની ભીદ એકઠી કરવામાં આવી હતી. તેમણે ભાજપના નેતાઓને સરકારની લાપરવાહી વર્તવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે ભાજપે લાપરવાહી વર્તી જેથી રાજ્યમાં કોરોના ફેલાઇ ગયો. 
 
કોંગ્રેસ ધારાસભ્ય ગ્લાસુદ્દીન શેખે તેના માટે ત્રણ કારણો પણ જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોનાની જ્યારે વહેલી લહેર આવી હતી. ત્યારે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો. લાખોની ભીડ એકઠી કરવામાં આવ્યો હતો. પહેલીવાર કોરોના વોરિયવર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને લોકોની જાગૃતતાના કારણે કેસ ઘટી ગયા. પરંતુ ફરી દિવાળી વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવી. ભાજપના નેતાઓએ કોઇ પણ ચૂંટણી રેલીમાં માસ્ક પહેર્યા ન હતા. તેનાથી હાલત એવી બની ગઇ કે હોસ્પિટલમાં બેડ ઓછા પડી ગયા. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા6 હજારો લોકો એકઠા કરવામાં આવ્યા છે. 
 
ગ્યાસુદ્દીન શેખે આગળ કહ્યું કે ભાજપના નેતા કોરોનાના સુપર સ્પ્રેડર છે. તેનાથી 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવો જોઇએ. તેમણે દાવો કર્યો કે ભાજપના અમદાવાદના 160 કોર્પોરેટરોએ ગાંધીનગરના ફાર્મહાઉસમાં એક ટિફિન મીટિંગ પણ કરી હતી, પરંતુ માસ્ક પહેર્યું છે. તેમનું કહેવું છે કે નેતાઓને કોઇ દંડ ફટકાર્યો નથી પરંતુ કોઇ સામાન્ય વ્યક્તિ માસ્ક વિના બહાર નિકળે તો તેને દંડ ભરવો પડે છે. 
 
પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસના નેતા પણ સોશિયલ ડિસ્ટેસિંગ અને માસ્ક ન પહેર્યા તો તેના પર તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા ભાજપના નેતાઓને જોઇને માસ્ક પહેરતા નથી. ભાજપ સરકારની ઓછી થતી રાજકીય ઇચ્છાશક્તિના લીધે કોરોના કંટ્રોલ થઇ રહ્યો નથી. 
 
ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતા વધતી જાય છે. દરરોજ નવા કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનો ખાતમો થવાની તૈયાર પહોંચેલા કોરોના ફરી પોતાની તાકાત બતાવી છે. એટલા માટે જરૂરી છે કે કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવામાં આવે. નવા કેસની વાત કરવામાં આવે તો સોમવારે 1640 નવા કેસ નોંધાયા હતા. કોરોનાની મહામારી શરૂ થયા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ પહેલાં ગત વર્ષે 27 નવેમ્બરના રોજ 1607 કેસ મળી આવ્યા હતા. આ આંકડો ચિંતાજનક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

આગળનો લેખ
Show comments