Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસનો હાથ છોડી મુકેશ પટેલ આપમાં જોડાયા, ગાંધીનગર મનપામાં વિજય મેળવી રચશે ઇતિહાસ

કોંગ્રેસનો હાથ છોડી મુકેશ પટેલ  આપમાં જોડાયા, ગાંધીનગર મનપામાં વિજય મેળવી રચશે ઇતિહાસ
, શનિવાર, 13 માર્ચ 2021 (19:53 IST)
ગાંધીનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ કેપીટલ ક્રિએંટીવ ક્લબ, ગાંધીનગરના પ્રમુખ મુકેશ પટેલ તેમનાં સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા છે. કોંગ્રેસ પક્ષમાં સનિષ્ઠ કાર્યકર તરીકે યોગદાન આપનાર મુકેશ પટેલે કોંગ્રેસ દ્વારા પાયાનાં કાર્યકરોને અન્યાય કરવા સાથે પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે કોઈ જ રસ નહી હોવા સાથે લોકસંપર્ક માટે અસરકારક નેતૃત્વ કે વિઝન નથી.
 
ગાંધીનગરમાં આજે આપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃ હીરાબાના રહેણાંક વિસ્તારમાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મહાનગર પાલિકામાં ૨૭ બેઠકો જીતી શાનદાર એન્ટ્રી કરવામાં આવી છે. આ વિજય પછી રાજયના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તા સંમેલનો યોજી ગુજરાત વિધાનસભા માટે મિશન - ૨૦૨૨ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 
 
ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાની ટૂંક સમયમાં યોજાનારી સમાન્ય ચૂંટણી પૂર્વે આજે આપ ધ્વારા કાર્યકર્તા સંમેલન યોજી ૧૧ વોર્ડમાં તમામ ૪૪ બેઠકો પર ચૂંટણી લડવાની પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઈટાલીયાએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું ઝાડુ ફરી વળતા રાજયમાં પરિવર્તન માટે આશાનો સંચાર થયો છે.
 
આ પ્રસંગે ગાંધીનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ તેમનાં સમર્થકો સાથે આપમાં જોડાયાં હતાં. પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ મુકેશ પટેલને ખેસ અને ફૂલહાર પહેરાવી ઉષ્માભેર આવકાર્યા હતા. મૂકેશ પટેલ ગાંધીનગરમાં પૂર્વ કર્મચારી આગેવાન હોવાં સાથે ઉમિયા સંસ્થાન સહિત અનેક સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. 
 
કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન મુકેશ પટેલે હાથનો સાથ છોડી આપમાં જોડાતાં કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગર પાલિકામાં બુથ મૅનેજમેંટ સાથે આપ નિશ્ચિત વિજય મેળવશે. તેમણે છેલ્લી બે ટર્મથી પક્ષપલટા દ્વારા સત્તા મેળવનાર ભાજપ પર આકરાં પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપે પાટનગરમાં વિકાસ કરવાનાં બદલે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી સમાન્ય પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે. ત્યારે આપ દ્વારા દિલ્હી મોડલ અપનાવી ગાંધીનગરમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પ્રજાલક્ષી સુવિધા આપી વિકાસ કરવામાં આવશે.
 
આ પ્રસંગે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ગાંધીનગર મહાનગર પાલિકામાં વિજય મેળવી ઈતિહાસ રચવાનો વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પ્રજા ભાજપના કુશાસન તેમજ દિશા વિહીન કોંગ્રેસથી પરેશાન છે. તેમનાં માટે આપ શ્રેષ્ઠ વિકલ્પ હોવાથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગર તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ તેમજ કોંગ્રેસ-ભાજપનાં ખોરજના અગ્રણી નારાયણભાઈ પટેલે પણ આજે કાર્યકર્તા સંમેલનમાં આપમાં જોડાઈને રૂપિયા એક લાખનાં દાનની જાહેરાત કરી હતી. અંતમાં સંગઠન મંત્રી હસમુખ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી, અગાઉ બે વખત થઇ હતી સર્જરી