Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોટી જાહેરાત: ૩૯૦૦ વિદ્યાસહાયકો, પ૮૧૦ ઉ.મા.માં શિક્ષકો અને ૯ર૭ અધ્યાપકોની ભરતી કરાશે

Webdunia
ગુરુવાર, 25 માર્ચ 2021 (10:30 IST)
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાનો વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘરે બેઠા મેળવીને વિશ્વ સમકક્ષ બની શકે તે માટે રાજ્યના કુલ બજેટના ૧૪.૪૧ ટકા જેટલી રૂ. ૩ર,૭૧૯ કરોડની રકમ શિક્ષણ વિભાગ માટે સરકારે ફાળવી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. વિધાનસભામાં અંદાજપત્ર સત્ર દરમ્યાન આજે શિક્ષણ વિભાગની બજેટ માંગણીઓ અને ફાળવણી પરની ચર્ચામાં શિક્ષણ મંત્રી સહભાગી થયા હતા. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતમાં વિદ્યાર્થીઓ-યુવાઓ સમય સાથે નહિં પરંતુ સમયથી બે કદમ આગળ ચાલે, વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી સર્વગ્રાહી શિક્ષણ વિકાસની સંકલ્પબદ્ધતા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની આ સરકાર  કાર્યરત છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણને વિકાસનો મૂળ આધાર ગણાવતાં ઉમેર્યુ કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર અને સમગ્ર જનજીવન સ્થગિત હતું. લોકડાઉન હતું ત્યારે શિક્ષણ વિભાગ અનલોક હતો અને સતત કાર્યરત રહી શિક્ષકો, બાળકો-છાત્રોનું શિક્ષણ સાથેનું સાતત્ય જાળવવા ઓનલાઇન એજ્યુકેશન, મીડીયા ટીવી ચેનલ્સ, બાયસેગ જેવા માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ પુરૂં પાડવાનો ભગીરથ પુરૂષાર્થ પાર પાડયો છે.
 
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્માર્ટ કલાસીસ સહિતની વ્યવસ્થાઓ આ સરકારે કરીને બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો ૧૮.૭૯ ટકાથી ઘટાડી ૩.૩૯ ટકા જેટલો નીચો લાવી દીધો છે તેની વિગતો આપી હતી.એટલું જ નહિ, ભૂતકાળની સાપેક્ષમાં પાછલા બે-અઢી દાયકામાં સ્ટુડન્ટ કલાસરૂમ રેશિયો પણ એક વર્ગ ખંડ દિઠ ૩૮ થી ઘટાડી ર૭ અને ૪૦ વિદ્યાર્થી દિઠ એક શિક્ષકથી હવે ર૮ વિદ્યાર્થી દિઠ એક શિક્ષક સુધી લઇ જવાયો છે તેની છણાવટ ગૃહમાં કરી હતી.
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ગુજરાતની વર્તમાન સરકાર કે.જી.થી પી.જી. સુધીના અભ્યાસમાં વિદ્યાર્થીઓને સક્ષમ અને યોગ્ય શિક્ષકોનું માર્ગદર્શન –પ્રશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સાથે સમયબદ્ધ અને પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતીનું આયોજન કરે છે. ‘‘હવે, શિક્ષકોની ઘટ એ સમસ્યા નથી રહિ અને પર્યાપ્ત શિક્ષકો શાળાઓને મળવા માંડયા છે’’ એમ તેમણે ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૯૦૦ વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં પ૮૧૦ અને ઉચ્ચશિક્ષણ-કોલેજોમાં ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે. 
 
શિક્ષણમંત્રીએ છેલ્લાં પાંચ વર્ષમાં શિક્ષકોની થયેલી ભરતી અંગે વિગતો આપતા જણાવ્યુ કે, રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩,૯૬૨ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૩૯૨૧ શિક્ષકોની ભરતી કરી છે. એટલું જ નહીં, સરકારી કોલેજોમાં કુલ ૪૫૨ તેમજ અનુદાનિત કોલેજોમાં કુલ ૧૫૮૫ આચાર્ય, પ્રાધ્યાપકોની પણ ભરતી કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડામાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૫૦૦ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની શાળાઓને મંજૂરી આપી છે.
 
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેક નિર્ણયોને કારણે છેલ્લા બે દાયકામાં સાક્ષરતા દર ૨૦૦૧માં ૬૯.૧૪ ટકા સાક્ષરતા દર હતો તે હવે ૭૮.૦૩ ટકા એ લઇ ગયા છીયે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પેપર લીક હવે ગુજરાતમાં ભૂતકાળ બની ગયો છે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર ગોડાઉનથી લઇને કલાસરૂમ સુધી પહોચતા સુધી સંપૂર્ણ સુરક્ષિત અને સીલ બોક્ષમાં છે તેની જડબેસલાક ખાતરી માટે શિક્ષણ વિભાગે ખાસ મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન PATA વિકસાવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ કામગીરી થાય છે.એટલું જ નહિ, ધો-૧૦ અને ૧રની જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિને કોઇ જ અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વીજીલન્સ સ્કવોડ, સી.સી.ટીવી કેમેરા અને ટેબ્લેટથી સતત દેખરેખ રાખવામાં આવે છે.
 
૨૧મી સદીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે એટલે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય તે હેતુસર આગામી ૬ વર્ષમાં ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે. તેમ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું.  ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)  પાસેથી કુલ રૂ. ૬૩૭૫ કરોડનું ભંડોળ મેળવી રાજ્યની શાળાઓના જર્જરીત ઓરડાઓનું રીપેરીંગ કામ તેમજ નવા બનાવવામાં આવશે.
 
આ મિશન હેઠળ ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લઇ, આ શાળાઓમાં સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અત્યાધુનિક કરવામાં આવશે.રાજ્યમાં આવેલી ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યુ હતું.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ વિભાગમાં ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. હવે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ગાંધીનગર આવવાના બદલે ઓનલાઇન અરજી કરી શકાય છે. ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ઓલ્ડ SSC, વર્ષ ૧૯૭૬ થી ધોરણ-૧૦ અને વર્ષ ૧૯૭૮ થી ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાઓના પરિણામના રેકોર્ડનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. 
 
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌને માટે શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અંગે જણાવ્યું કે RTE  હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૮૬,૨૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મધ્યાહન ભોજન યોજના અંગે વાત કરતા જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર થયું, ત્યારે રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલા તમામ ૫૦.૩૫ લાખ વિદ્યાર્થીઓને ૧૬ માર્ચ ૨૦૨૦થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી એટલે ૨૪૭ શાળાના દિવસો દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત રૂ. ૭૩૧.૭૫ કરોડના ખર્ચે અને ૧,૪૮,૧૧૭ મેટ્રિક ટન અનાજની ફાળવણી તબક્કાવાર કરવામાં આવી હતી.
 
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે તેવા સમયે વિદ્યાર્થીઓની મનોઃસ્થિતિ પર અસર ન પહોંચે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્ય તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો કર્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફુલ-ટાઈમ પી.એચ.ડી અભ્યાસક્રમમાં ધ્યાન આપી શકે તેમજ ગુણવત્તાયુક્ત સંશોધન થઈ શકે તે હેતુથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘શોધ’ (Scheme of Developing High quality research) યોજનાને રાજ્ય સરકારે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦માં રૂ.૧૩.૦૮ કરોડના ખર્ચે૭૫૪ વિધાર્થીઓને સહાય આપવામાં આવી છે તેમજ વર્ષ ૨૦૨૦-૨૧માં આ હેતુસર રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેબલેટ યોજના અંગેની વિગતો આપતા જણાવ્યું કે, આ વર્ષે કુલ 3 લાખથી વધુ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગયા વર્ષે વિદ્યાર્થીઓને વિતરણ કરવાના બાકી રહી ગયેલા 50 હજાર ટેબલેટનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ ટેબલેટ પણ અગાઉની જેમ મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત જ ખરીદવામાં આવશે.
 
ગુજરાતને દેશના ‘એજ્યુકેશન હબ’ તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આમંત્રિત કરવા ૨૦૧૯થી ત્રણ વર્ષ માટે દર વર્ષે ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન કરી રહ્યા છીએ. વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫,૦૦૦ અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ રાજ્યમાં ‘સ્ટડી ઈન ગુજરાત’  અંતર્ગત અભ્યાસ કરવા માટે આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ ની સરખામણીએ ૨૦૨૦-૨૧માં બમણાથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે આવ્યા છે. 
 
રાજ્યના વિદ્યાર્થીઓને માત્ર ભૌતિક શિક્ષણ નહિ પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે જીવનનું ઘડતર થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યનિર્માણ, રાષ્ટ્રપ્રેમ અને ‘લીવ ફોર ધ નેશન’ ની ભાવના વિકસે તે માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પણ શિક્ષણ વિભાગ આપે  છે. 
 
આપણા દેશની આઝાદીને ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં આવા મૂલ્યનિષ્ઠ શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓને જોડવાની નેમ રાખીએ. આ ઉજવણી દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ વિષયક સેમિનાર, ગાંધી વિચાર, ઐતિહાસિક દાંડીયાત્રા જેવા વિષયોની નિબંધ સ્પર્ધા અને દેશદાઝ પ્રગટાવનાર વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના છાત્રોને મોટાપાયે પ્રેરિત કરાશે.ભારતમાતા જગતજનની બને અને ભારત પુનઃ વિશ્વગુરૂનું સ્થાન હાંસલ કરે તેવું તક્ષશિલા અને વલભી જેવી પ્રાચીન વિદ્યાપીઠ સમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજી સાથે આપીને ભારતને જ્ઞાન-વિજ્ઞાનનું અધિષ્ઠાતા બનાવવાનો આપણો સંકલ્પ છે, તેને આ બજેટની જોગવાઇઓ સાકાર કરશે.હેડિંગ: રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવાશે
 
હેડિંગ:  મોટી જાહેરાત: ૩૯૦૦ વિદ્યાસહાયકો,  પ૮૧૦ ઉ.મા.માં શિક્ષકો અને  ૯ર૭ અધ્યાપકોની ભરતી કરાશે
 
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાનો વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘરે બેઠા મેળવીને વિશ્વ સમકક્ષ બની શકે તે માટે રાજ્યના કુલ બજેટના ૧૪.૪૧ ટકા જેટલી રૂ. ૩ર,૭૧૯ કરોડની રકમ શિક્ષણ વિભાગ માટે સરકારે ફાળવી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. વિધાનસભામાં અંદાજપત્ર સત્ર દરમ્યાન આજે શિક્ષણ વિભાગની બજેટ માંગણીઓ અને ફાળવણી પરની ચર્ચામાં શિક્ષણ મંત્રી સહભાગી થયા હતા. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતમાં વિદ્યાર્થીઓ-યુવાઓ સમય સાથે નહિં પરંતુ સમયથી બે કદમ આગળ ચાલે, વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી સર્વગ્રાહી શિક્ષણ વિકાસની સંકલ્પબદ્ધતા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની આ સરકાર  કાર્યરત છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણને વિકાસનો મૂળ આધાર ગણાવતાં ઉમેર્યુ કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર અને સમગ્ર જનજીવન સ્થગિત હતું. લોકડાઉન હતું ત્યારે શિક્ષણ વિભાગ અનલોક હતો અને સતત કાર્યરત રહી શિક્ષકો, બાળકો-છાત્રોનું શિક્ષણ સાથેનું સાતત્ય જાળવવા ઓનલાઇન એજ્યુકેશન, મીડીયા ટીવી ચેનલ્સ, બાયસેગ જેવા માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ પુરૂં પાડવાનો ભગીરથ પુરૂષાર્થ પાર પાડયો છે.
 
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્માર્ટ કલાસીસ સહિતની વ્યવસ્થાઓ આ સરકારે કરીને બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો ૧૮.૭૯ ટકાથી ઘટાડી ૩.૩૯ ટકા જેટલો નીચો લાવી દીધો છે તેની વિગતો આપી હતી.એટલું જ નહિ, ભૂતકાળની સાપેક્ષમાં પાછલા બે-અઢી દાયકામાં સ્ટુડન્ટ કલાસરૂમ રેશિયો પણ એક વર્ગ ખંડ દિઠ ૩૮ થી ઘટાડી ર૭ અને ૪૦ વિદ્યાર્થી દિઠ એક શિક્ષકથી હવે ર૮ વિદ્યાર્થી દિઠ એક શિક્ષક સુધી લઇ જવાયો છે તેની છણાવટ ગૃહમાં કરી હતી.
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ગુજરાતની વર્તમાન સરકાર કે.જી.થી પી.જી. સુધીના અભ્યાસમાં વિદ્યાર્થીઓને સક્ષમ અને યોગ્ય શિક્ષકોનું માર્ગદર્શન –પ્રશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સાથે સમયબદ્ધ અને પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતીનું આયોજન કરે છે. ‘‘હવે, શિક્ષકોની ઘટ એ સમસ્યા નથી રહિ અને પર્યાપ્ત શિક્ષકો શાળાઓને મળવા માંડયા છે’’ એમ તેમણે ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૯૦૦ વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં પ૮૧૦ અને ઉચ્ચશિક્ષણ-કોલેજોમાં ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે. 
 
શિક્ષણમંત્રીએ છેલ્લાં પાંચ વર્ષમાં શિક્ષકોની થયેલી ભરતી અંગે વિગતો આપતા જણાવ્યુ કે, રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩,૯૬૨ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૩૯૨૧ શિક્ષકોની ભરતી કરી છે. એટલું જ નહીં, સરકારી કોલેજોમાં કુલ ૪૫૨ તેમજ અનુદાનિત કોલેજોમાં કુલ ૧૫૮૫ આચાર્ય, પ્રાધ્યાપકોની પણ ભરતી કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડામાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૫૦૦ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની શાળાઓને મંજૂરી આપી છે.
 
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેક નિર્ણયોને કારણે છેલ્લા બે દાયકામાં સાક્ષરતા દર ૨૦૦૧માં ૬૯.૧૪ ટકા સાક્ષરતા દર હતો તે હવે ૭૮.૦૩ ટકા એ લઇ ગયા છીયે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પેપર લીક હવે ગુજરાતમાં ભૂતકાળ બની ગયો છે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર ગોડાઉનથી લઇને કલાસરૂમ સુધી પહોચતા સુધી સંપૂર્ણ સુરક્ષિત અને સીલ બોક્ષમાં છે તેની જડબેસલાક ખાતરી માટે શિક્ષણ વિભાગે ખાસ મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન PATA વિકસાવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ કામગીરી થાય છે.એટલું જ નહિ, ધો-૧૦ અને ૧રની જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિને કોઇ જ અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વીજીલન્સ સ્કવોડ, સી.સી.ટીવી કેમેરા અને ટેબ્લેટથી સતત દેખરેખ રાખવામાં આવે છે.
 
૨૧મી સદીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે એટલે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય તે હેતુસર આગામી ૬ વર્ષમાં ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે. તેમ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું.  ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)  પાસેથી કુલ રૂ. ૬૩૭૫ કરોડનું ભંડોળ મેળવી રાજ્યની શાળાઓના જર્જરીત ઓરડાઓનું રીપેરીંગ કામ તેમજ નવા બનાવવામાં આવશે.
 
આ મિશન હેઠળ ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લઇ, આ શાળાઓમાં સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અત્યાધુનિક કરવામાં આવશે.રાજ્યમાં આવેલી ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યુ હતું.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ વિભાગમાં ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. હવે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ગાંધીનગર આવવાના બદલે ઓનલાઇન અરજી કરી શકાય છે. ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ઓલ્ડ SSC, વર્ષ ૧૯૭૬ થી ધોરણ-૧૦ અને વર્ષ ૧૯૭૮ થી ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાઓના પરિણામના રેકોર્ડનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. 
 
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌને માટે શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અંગે જણાવ્યું કે RTE  હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૮૬,૨૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મધ્યાહન ભોજન યોજના અંગે વાત કરતા જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર થયું, ત્યારે રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલા તમામ ૫૦.૩૫ લાખ વિદ્યાર્થીઓને ૧૬ માર્ચ ૨૦૨૦થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી એટલે ૨૪૭ શાળાના દિવસો દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત રૂ. ૭૩૧.૭૫ કરોડના ખર્ચે અને ૧,૪૮,૧૧૭ મેટ્રિક ટન અનાજની ફાળવણી તબક્કાવાર કરવામાં આવી હતી.
 
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે તેવા સમયે વિદ્યાર્થીઓની મનોઃસ્થિતિ પર અસર ન પહોંચે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્ય તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો કર્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફુલ-ટાઈમ પી.એચ.ડી અભ્યાસક્રમમાં ધ્યાન આપી શકે તેમજ ગુણવત્તાયુક્ત સંશોધન થઈ શકે તે હેતુથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘શોધ’ (Scheme of Developing High quality research) યોજનાને રાજ્ય સરકારે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦માં રૂ.૧૩.૦૮ કરોડના ખર્ચે૭૫૪ વિધાર્થીઓને સહાય આપવામાં આવી છે તેમજ વર્ષ ૨૦૨૦-૨૧માં આ હેતુસર રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેબલેટ યોજના અંગેની વિગતો આપતા જણાવ્યું કે, આ વર્ષે કુલ 3 લાખથી વધુ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગયા વર્ષે વિદ્યાર્થીઓને વિતરણ કરવાના બાકી રહી ગયેલા 50 હજાર ટેબલેટનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ ટેબલેટ પણ અગાઉની જેમ મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત જ ખરીદવામાં આવશે.
 
ગુજરાતને દેશના ‘એજ્યુકેશન હબ’ તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આમંત્રિત કરવા ૨૦૧૯થી ત્રણ વર્ષ માટે દર વર્ષે ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન કરી રહ્યા છીએ. વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫,૦૦૦ અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ રાજ્યમાં ‘સ્ટડી ઈન ગુજરાત’  અંતર્ગત અભ્યાસ કરવા માટે આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ ની સરખામણીએ ૨૦૨૦-૨૧માં બમણાથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે આવ્યા છે. 
 
રાજ્યના વિદ્યાર્થીઓને માત્ર ભૌતિક શિક્ષણ નહિ પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે જીવનનું ઘડતર થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યનિર્માણ, રાષ્ટ્રપ્રેમ અને ‘લીવ ફોર ધ નેશન’ ની ભાવના વિકસે તે માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પણ શિક્ષણ વિભાગ આપે  છે. 
 
આપણા દેશની આઝાદીને ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં આવા મૂલ્યનિષ્ઠ શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓને જોડવાની નેમ રાખીએ. આ ઉજવણી દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ વિષયક સેમિનાર, ગાંધી વિચાર, ઐતિહાસિક દાંડીયાત્રા જેવા વિષયોની નિબંધ સ્પર્ધા અને દેશદાઝ પ્રગટાવનાર વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના છાત્રોને મોટાપાયે પ્રેરિત કરાશે.ભારતમાતા જગતજનની બને અને ભારત પુનઃ વિશ્વગુરૂનું સ્થાન હાંસલ કરે તેવું તક્ષશિલા અને વલભી જેવી પ્રાચીન વિદ્યાપીઠ સમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજી સાથે આપીને ભારતને જ્ઞાન-વિજ્ઞાનનું અધિષ્ઠાતા બનાવવાનો આપણો સંકલ્પ છે, તેને આ બજેટની જોગવાઇઓ સાકાર કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર હુમલો, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યુ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

આગળનો લેખ
Show comments