Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટનો ઝાટકો, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ

Bhupendra singh chudasama
, મંગળવાર, 12 મે 2020 (13:18 IST)
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Nurses Day 2020 : ફ્લોરેન્સ નાઇટિંગલ કોણ હતાં?