24મી તારીખે યુએસ પ્રેસિડન્ટ અમદાવાદમાં આવવાનાં છે ત્યારે સુરક્ષાને ઘણું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ યુએસથી તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારનાં ઉપકરણો અને સ્ટાફ આવ્યો છે. ત્યારે કંડલાનાં બંદર પાસેથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. બંદર નજીકનાં ટાપુ પરથી થુરાયા સેટેલાઇટ ફોન મળ્યો છે. હાલ આ અંગે ગુજરાત પોલીસ સાથે એટીએસની ટીમ અને ગુપ્તચર એજન્સીઓ આ અંગેની તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે ફોન મળી આવ્યો છે તેમાં હાઇક્વોલિટી ઓડિયો જઇ શકે તેવો ફોન છે. ખાસ કરીને પ્લેનમાં બેઠા બેઠા પણ ફોન થઇ શકે છે. અને શીપ ઉપર ટ્રાવેલ કરતા હોવ તો પણ વાત કરી શકાય છે. આ રીડિયમ ફોનને સમયાતંરે રિચાર્જ કરવાનો હોય છે. જોકે, એજન્સીઓને એવો પણ શક છે કે, કંડલા પર આવતા જહાજમાં કોઇ ક્રૂ મેમ્બરે આનો ઉપયોગ કર્યો હોય અને તેને રિચાર્જ કર્યા વગર ફેંકી દીધો હોય તેમ પણ લાગે છે. જોકે, ટ્રમ્પનાં આગમન પહેલા નાનામાં નાની વાતને પણ સુરક્ષા એજન્સીઓ ચકાસી લેશે. આ સાથે ગુપ્તચર એજન્સીઓ તે પણ તપાસ કરી રહી છે કે આ ફોન પરથી ક્યાં ક્યાં વાત થઇ હતી. અને છેલ્લે ક્યારે રિચાર્જ કરાયું હતું. મહત્વનું છે કે, ગઇકાલે ચીનથી ભારતના કંડલા બંદરે આવેલા જહાજમાં સંભવીત મીસાઈલ ટેકનોલોજીના પુર્જા મળ્યાની ઘટના સંદર્ભે એક બાદ એક સુરક્ષા ટીમોની તપાસનો સીલસીલો ચાલી રહ્યો છે. જેમાં વધુ એક વાર ડીઆરડીઓની ટીમે તપાસ કરી હોવાનું અને 88 ટનના કાર્ગોને ઉતારીને કસ્ટોડીયન તરીકે ડીપીટી પોર્ટના હવાલે કરાયાનું પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યું હતુ. હોંગકોંગનો ફ્લેગ ધરાવતું 'દ ક્વી યોન' જહાજ ચીનના જીયાંગથી ગત 17 જાન્યુઆરીએ નિકળ્યું હતુ જે સિંગાપોરમાં ઉતારવાનો જથ્થો કાર્ગો ઉતારીને ભારતના સૌથી પશ્ચીમી કાંઠે આવેલા દીન દયાલ પોર્ટ, કંડલા ખાતે પણ કાર્ગો ઉતારવાનો હોવાથી 3 ફેક્રુઆરીના આવી પહોંચ્યું હતું. 166 મીટર લાંબા અને 27 મીટર પહોળા આ 28 હજાર ટનથી વધુ વજન ધરાવતા આ વેસલને જેટી નં. 15 પર લાંગરવામાં આવ્યું હતું, જેમાં 22 ક્રુ સભ્યો સવાર હતા.