Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Donald Trumph Visit Gujarat-ડોનાલ્ડ ટ્રમ્પના રૂટ પર ઉભા રહેવા માટે આધારકાર્ડ ફરજીયાત, પોલીસ કમિશ્નરનો આદેશ

Donald Trumph Visit Gujarat-ડોનાલ્ડ ટ્રમ્પના રૂટ પર ઉભા રહેવા માટે આધારકાર્ડ ફરજીયાત, પોલીસ કમિશ્નરનો આદેશ
, સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (17:58 IST)
મોદી અને ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાના છે. જે લોકોને રોડ શોમાં જોવો હોય તેઓએ પોલીસે બનાવેલા આઈકાર્ડ પહેરીને શો જોવાનો રહેશે. સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસ સામે આવેલી સોસાયટીઓમાં પોલીસ કમિશનર ઓફિસ તરફથી આપેલી સૂચના મુજબ 24 ફેબ્રુઆરીએ બંને મહાનુભાવોનો રોડ શો યોજાઈ ત્યારે રોડ શો જોવા આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. પોલીસ કમિશનર ઓફિસથી આઈકાર્ડ આપવામાં આવશે. આ આઈકાર્ડ વાળી વ્યક્તિ જ સોસાયટીની બહાર રોડ શો માટે ઉભી રહી શકશે. ઉપરાંત 24 ફેબ્રુઆરીએ બહારના કોઈપણ વ્યક્તિએ પોતાનું 2 વહીલર અને 4 વહીલરને સોસાયટીમાં પાર્ક નહીં કરવા જણાવ્યું છે નહીં તો પોલીસને સોંપવામાં આવશે તેમ જણાવ્યું છે. સોસાયટીના સર્વે ભાઈ-બહેનોને જણાવવાનું કે, 24,25,26 તારીખે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિને આપણે ત્યાંથી તેમનો રોડ શો હોવાથી તેમના સ્વાગત માટે જે કોઈ ભાઈ-બહેનને રોડ શો સોસાયટીની બહારથી જોવાની ઈચ્છા હોય તે લોકોએ સોસાયટીની ઓફિસમાં 18-2-2020 સુધી ઓફિસ સમય દરમિયાન પોતાના આધારકાર્ડની ઝેરોક્સ અને પોતાનો મોબાઈલ નંબર જમા કરાવી જવો, ઉપરોક્ત માહિતી પોલીસ કમિશનરના આદેશથી લખવામાં આવી છે તેની સામે તમને પોલીસ કમિશનર તરફથી I-CARD આપવામાં આવશે તે જ વ્યક્તિ સોસાયટીની બહાર તેમના સ્વાગતમાં ઉભા રહી શકશે. તારીખ 24-25-26ના દિવસે બહારના કોઈપણ વ્યક્તિ પોતાના 2 વ્હીલર/4 વ્હીલર સોસાયટીની અંદર મુકવા નહીં નહીંતર પોલીસને સોંપવામાં આવશે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nirbhaya Case : નિર્ભયાના દોષીઓને હવે 3 માર્ચના રોજ થશે ફાંસી, ત્રીજી વાર રજુ થયુ ડેથ વોરંટ