Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ૨૩ લાખ લોકોએ ઈ-મેમો ભર્યા નથી!

અમદાવાદમાં ૨૩ લાખ લોકોએ ઈ-મેમો ભર્યા નથી!
, સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (14:05 IST)
શહેરમાં વાહનચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે. સાથે-સાથે વાહન ચાલકોએ કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસૂલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું છે. છેલ્લા ઘણાં સમયથી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. હાલ પોલીસ ચોપડે ૨૩ લાખ લોકોએ ઇ-મેમો ન ભર્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ૧૦ લાખ લોકોએ ઇ-મેમો ભર્યા છે. શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે અને જો વાહનમાલિક ઈ-મેમોની ભરપાઈ ન કરે તો ઘણાંખરા વાહનચાલકોનાં આજીવન માટે લાઈસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અમદાવાદીઓએ લાખો રૂપિયાનાં ઈ-મેમોની ભરપાઈ તો કરી છે પરતુ તેની સામે ભરપાઈ નહીં કરેલાનો આંકડો પણ મસમોટો છે તે વાત આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે. ટુ-વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તમામ વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન તો કરવું જ પડશે તેવા કડક આગ્રહ સાથે ટ્રાફિક પોલીસ વિભાગ હવે મેદાને ઊતરી છે. સ્માર્ટ સિટીના અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ હવે શહેરને સેન્ટ્રલાઈઝ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને શહેરમાં દરેક મોટા ચાર રસ્તા અને શક્ય હશે તો દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. જેના પગલે શહેરમાં બનતા ગુના ઉપર પણ બાજ નજર રાખી શકાય અને ગુનાને અટકાવવામાં ઘણી સરળતા મળી રહે છે. વર્ષ ૨૦૧૮થી ચાલી રહેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે થઈને કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતાંય ક્યાક કોઈ કચાસ રહી જતી લાગે છે. આવનારા સમયમાં ટ્રાફિકના નિયમો અને ઈ-મેમો નહિ ભરપાઈ કરનારા લોકોના ભવિષ્યમાં ટ્રાન્ઝેક્ષન અટકાવી દેવામાં આવે તો પણ નવાઈ નહિ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરવલ્લી જિલ્લામાં ૪૦ દિવસમાં ૧૧થી વધુ લાશો મળી