Dharma Sangrah

ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ’ના રિલીઝ પહેલાં સુરક્ષાને લઈને મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને માગી મદદ

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2023 (15:57 IST)
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતના અધ્યક્ષ મનુ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદ માગી છે.
 
25 જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ થવાની છે એ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને સુરક્ષાની માગ કરી છે.
 
ધ મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત તરફથી આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "થિયેટરમાં જે ફિલ્મ લાગે છે, તે પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય છે અને ત્યાર પછી જ તેને રિલીઝ કરવામાં આવે છે."
 
તેમનું કહેવું છે કે, "થિયેટર એક બિઝનેસ છે અને તેમને બિઝનેસ કરવાનો અધિકાર છે, જેથી તેમણે વિનંતી કરી છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે."
 
પત્રમાં એવું પણ લખ્યું છે કે, "છેલ્લા 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તેથી તેમને સુરક્ષા આપવામાં આવે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે."
 
આ પહેલાં બજરંગદળે અમદાવાદમાં આ ફિલ્મના પૉસ્ટરો ફાડ્યાં હતાં. આ પરિસ્થિતિને જોતા મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતે આ પત્ર લખ્યો છે.
 
નોંધનીય છે કે, ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ થઈ રહ્યો છે. હિન્દુવાદી સંગઠનોને ફિલ્મ અભિનેત્રીએ પહેરેલાં કપડાંના રંગ સામે સામે વાંધો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

આગળનો લેખ
Show comments