Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડમાં કોલેજમાં વિદ્યાર્થીનું મોત, ચાલુ ક્લાસે વિદ્યાર્થીને આવ્યો હતો એટેક

student attack
, બુધવાર, 18 જાન્યુઆરી 2023 (14:19 IST)
વલસાડમાં એક વિદ્યાર્થીનું કોલેજમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોલેજમાં ચાલુ ક્લાસે જ હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીઓ સહિત કોલેજનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયાં હતાં. વિદ્યાર્થીને તાબડતોબ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો. પોલીસે યુવકનું પોસ્ટમોર્ટમ કરવાની દીશામાં કાર્યવાહી શરૂ કરી છે. આકાશના મોતની જાણ થતાં તેના પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી બાજુ કોલેજના વિદ્યાર્થીઓ અને આકાશના મિત્રો પણ શોકાતુર જોવા મળ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Republic day wishes 2023- રિપબ્લિક ડે પર ખાસ મેસેજ મોકલો