Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2023 (18:19 IST)
Abduction of a 5-year-old child
સુરતના પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળક સાથે અનૈતિક કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ઘર પાસે રમી રહેલા બાળકને સમોસા ખાવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. બાળકના પિતાને આ મામલે જાણ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતાને જોતા સૌપ્રથમ આસપાસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. CCTV ફૂટેજમાં અજાણ્યો શખ્સ 5 વર્ષના બાળકને પોતાની સાથે પાંડેસરાના ગોવાલક રોડ તરફ લઇ જતો નજરે ચડ્યો હતો. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ આરોપી બાળકને સોસાયટીની પાસે મૂકી ગયો હતો. બાદમાં બાળક પરિવાર સુધી પહોંચ્યુ હતુ. બાળકે પરિવારને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા માતા-પિતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસમાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા હતા. પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી હતી. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગોવાલક રોડ ઉપર આવેલ દુકાનો અને ઘરોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાગર પરશુરામ બહેરા નામના શખ્સે માસૂમ જોડે કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતુ. આરોપીની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઉધના વિષ્ણુનગર ખાતેથી સાગર પરશુરામ બહેરા નામના મૂળ ઓરિસ્સાના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘર બહાર રમતા બાળકનું સમોસાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. નરાધમ પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકને ઉધના સોનલ રોડ ઉપર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યારબાદ અહીં આવેલા એક બંધ મકાનમાં બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના શિમોલિયા તાલુકાના પુનિયારી ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વધુ જુઓ..

નવીનતમ

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

આગળનો લેખ