Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં ચાલુ એમ્બ્યુલન્સમાં જ યુવક અને યુવતી કામલીલા કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં ચાલુ એમ્બ્યુલન્સમાં જ યુવક અને યુવતી કામલીલા કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
, શુક્રવાર, 10 નવેમ્બર 2023 (12:25 IST)
A young man and a young woman Kamleela in an ambulance running in Surat
આ વીડિયો સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું અનુમાન લાગાવાઈ રહ્યું છે. આ વીડિયોની વબદુનિયા પુષ્ટી કરતું નથી. એમ્બ્યુલન્સનો જે વીડિયો વાઇરલ થયો છે તે સુરતનો હોવાનું જાણવા મળ્યું છે. સરદાર બ્રિજ પરથી પસાર થતી એમ્બ્યુલન્સમાં અન્ય એક વાહનચાલકનું ધ્યાન એમ્બ્યુલન્સ ઉપર ગયું હતું. તેના દ્વારા એમ્બ્યુલન્સમાં પાછળ બેઠેલ યુવક અને યુવતી દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી રહી હતી.એમ્બ્યુલન્સના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈપણ જાતના સંકોચ કે શરમ વગર ચાલુ એમ્બ્યુલન્સમાં જ પાછળ બેઠેલ કપલ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી રહી હતી. અન્ય એક વાહનચાલક દ્વારા આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

આ મામલે ગુજરાત નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં જે એમ્બ્યુલન્સ દેખાઈ રહી છે તેનું રજીસ્ટ્રેશન હજી પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસનું બતાવવામાં આવી રહ્યું છે. 2007માં જે ટ્રસ્ટે શરૂ કરી હતી તે સમયે આ એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બાદમાં આ ટ્રસ્ટ દ્વારા આ સેવા છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે આ એમ્બ્યુલન્સ બધાને સુપ્રત કરી હતી. આજે આ શરમજનક વીડિયો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સના નંબર પરથી હજી પણ તેનું રજીસ્ટ્રેશન સિવિલ કેમ્પસ દેખાતું હોવાને કારણે હવે તેમને અમે નોટિસ આપવા જઈ રહ્યાં છે. જે પણ એનો ઉપયોગ કરતા હશે તે અંગેની અમે તપાસ શરૂ કરી છે. હાલ આ એમ્બ્યુલન્સ કોની પાસે છે તે અંગે કોઈ માહિતી મળી રહી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં શ્રમિકોને બોનસ નહીં ચૂકવતી કંપનીઓ સામે કેસ