કચ્છની સરહદે BSFનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમા અત્યાર સુધીમાં બીએસફ દ્વારા કુલ 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ આ કેસમાં 3 માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુમાં ફરી અન્ય ત્રણ માછીમારોને બીએસએફ દ્નારા ઝડપી પાડવામાં આવ્યા છે.
બીએસએપને કચ્છના હરામીનાળા વિસ્તાર માંથી શંકાસ્પદ ગતિવિધિના ઈનપુટ મળ્યા હતા. જે ઈનપુટ મળ્યા બાદ બીએસએફએ ઓપરેશન હાથ ધર્યું જેમા ગઈકાલે બીએસએફને 11 બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેમા એકપણ વ્યક્તિ ન હતો જેથી બીએસએફને શંકા જતા તેમણે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી હતી.
11 પાકિસ્તાની બોટ મળતા તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બીએસએફના જવાનોને માહિતી મળતાની સાથેજ તપાસ હાથ ધરી જેમા પહેલા 11 પાકિસ્તાની બોટ મળી આવી બાદમાં 3 માછીમારો મળી આવ્યા અને ત્યારબાદ બિજા 3 એમ કુલ 6 માછીમાર મળી આવ્યા છે. સાથેજ અન્ય માછીમારો હજુ માછીમારો ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે