ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ 2017માં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેને લઈ ચકચાર મચી હતી. જોકે, પોલીસે આ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ 24 કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો. ફરિયાદી એવા નાના ભાઈની જ પોલીસે અટક કરી હતી. હત્યારો પોતાની નાની ભૂલમાં પોલીસની નજરમાં આવી ગયો હતો. પોલીસની પૂછપરછમાં નાનો ભાઈ ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.
ત્યારે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીએવા નાના ભાઈને ફાંસીની સજા ફટકારી છે. પોતાના સગાભાઈ અને ભાભીની નિર્મમ હત્યા કરવામાં આવી તે કેસને નામદાર કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર કેસ ગણી આરોપી વિપુલને ફાસીની સજાનો હુકમ કર્યો છે. આ ગુનો ગંભીર ગુનો હોવાથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય તે માટે કોર્ટે ફાસીની સજાનો હુકમ કર્યો છે.