Webdunia - Bharat's app for daily news and videos

Install App

૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ક્ક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે યોજાશે, મુખ્યમંત્રી બે દિવસ જૂનાગઢના પ્રવાસે

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (10:29 IST)
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે. તા.૧૪ અને તા.૧૫ ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમો મા ઉપસ્થિત રહેશે. 
 
૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવસારી ખાતે,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. 
 
તા.૧૪મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમા પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓશ્રી શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારા નામે ઓ સ્વતંત્રતા થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે. જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
 
તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.અને મુખ્યમંત્રી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે.ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમ યોજાશે.
 
આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments