Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 પરિવારના 600 લોકોએ ઇચ્છામૃત્યું માટે હાઇકોર્ટ કરી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

Webdunia
શુક્રવાર, 6 મે 2022 (10:46 IST)
પોરબંદર જિલ્લાના ‘ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ’ અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.  અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. 
 
માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા કરાતા ભેદભાવના મુદ્દે  100  જેટલા માછીમારોના પરિવારોએ ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.
 
માછીમારોએ આ અંગે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પોરબંદર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું છે. રાજ્ય સરકારને અનેક વિનંતીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વેકેશન બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments