શહેરના વરાછા વિસ્તારમાં દેહવ્યાપારના ધંધાની તપાસમાં પોલીસ ગઇ હતી, જ્યાં પરિસરમાં બે મહિલાઓ અશ્લીલ હરકતો કરી લોકોને બોલાવતી હતી. પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યૂ બોમ્બે માર્કેટ રોડ પર સ્થિત તાપ્તી ગંગા કોમ્પ્લેક્સમાં વેશ્યાલય ચલાવવા અંગે પોલીસ કંટ્રોલમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વેશ્યાલયમાં જતાં ઉધના હરિનગરમાં રહેતી વર્ષારાણી રંજન સાહુ, પાંડેસરા કૃષ્ણનગરમાં રહેતી લિપિકા કૃષ્ણા વિશ્વાસ અને ગોડાદરા ભાવના પાર્કના અનિલ પુખરાજની ધરપકડ કરી છે.
અગાઉ વરાછામાં સોસાયટીની દુકાનમાં સ્પા મસાજ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં યુવતીઓના દેહનો વેપાર થતો હતો. વરાછા પોલીસે વેશ્યાલય પર દરોડો પાડી મહિલા સ્પા ઓપરેટર અને ચાર ગ્રાહકો સહિત સાત લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ યુવતીઓને વેશ્યાવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી.
વરાછાના મારુતિ નગર પાસે આવેલી ભારતનગર સોસાયટીમાં પ્લોટ નંબર 117માં પહેલા માળે આવેલા અનમોલ સ્પામાં મસાજના નામે વેશ્યાવૃત્તિ થઈ રહી હોવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. આ મેસેજના આધારે વરાછા પોલીસે મહિલા પોલીસ અધિકારી સહિતની ટીમ બનાવીને અનમોલ સ્પા પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી રતિકાંત હરિકૃષ્ણ જૈન (રહે- ગણેશ એપાર્ટમેન્ટ અમરોલી) અને ભારતી રામચંદ્ર સ્વાઈ (રહે- રામકૃપા સોસાયટી રચના સર્કલ કાપોદ્રા)ની ધરપકડ કરી હતી. મેહુલ હિમંતા ચુડાસમા (રહે- રઘુવીર સોસાયટી અમરોલી), અશોક સોનિયા ખુટીયા (રહે- કતારગામ), પીતાબસ દધી બારડ (રહે- લસકાણા) અને કાના વિક્રમ પરીડા (રહે- કતારગામ) નામના યુવકો દેહ ગ્રહણ કરવા આવ્યા હતા. પોલીસે ચાર ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે ચાર યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. આ તમામ યુવતીઓ કડોદરા વિસ્તારમાંથી આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.