Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કર્યું, જાણો તમારા વિસ્તારનું એલર્ટ

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (15:33 IST)
rain in navsari
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો 
rain in navsari
ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાવી જેતપુરની વસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે. 

<

#WATCH | Severe water-logging situation witnessed in Gujarat's Navsari following incessant rainfall from last night.

District Collector Amit Prakash Yadav has ordered a holiday for all schools and colleges in the city. pic.twitter.com/u0Hvh06dnN

— ANI (@ANI) July 28, 2023 >
 
દાહોદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી મહિસાગર, નર્મદામાં 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, ખેડા, અમદાવાદ અને આણંદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, પંચમહાલ,વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને દાહોદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
rain in navsari
છોટા ઉદેપુર જિલ્લામાં આજે વરસાદનું રેલ એલર્ટ
છોટા ઉદેપુર જિલ્લામાં આજે વરસાદનું રેલ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ, મોરબી, દેવભૂમી દ્વારકા, બોટાદ અને કચ્છમાં 30 જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ છે. 
rain in navsari
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત
સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં સવારે 8 વાગ્યા સુધી પુરા થતા 24 કલાકમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. હાલ મધુબન ડેમનું લેવલ 72.70 મીટર નોંધાયું છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પોશીના અને ઇડરમાં પોણો એક ઇંચ વરસાદ નોધાયો હતો. બીજી તરફ જળાશયોમાં પાણીની આવક યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. જેમાં દાંતામાં 35 મિમિ અમીરગઢમાં 38 મિમિ અને ભાભરમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે ધાનેરા,પાલનપુર,ડીસાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments