Festival Posters

હાર્દિકને પારણાં કરાવવા પાટીદારો અને સંસ્થાઓ સક્રિય થયાં

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:38 IST)
હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને આજે માનવવાના છે. 
ઉપવાસ દરમિયાન બે દિવસ તેણે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. સરકાર માત્ર ચિંતિત હોવાનું ગાણું ગાઈને સમાધાન કરવા કોઈ પગલાં લીધા ન હતા. બપોરે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકની ઉપવાસી છાવણીમાં જઈને તેને પારણાં કરી લેવા મનામણાં કરશે. સાથે જ સીધી રીતે ન માનતી સરકારને અન્ય રીતે લડવા માટે સમજાવીને પારણાં કરવા મનાવશે. 
જેમાં કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટે, આશા પટેલ અને મહેશ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી સરકાર સામે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. છતાં સરકાર માનવા તૈયાર નથી. તેવી સ્થિતિમાં કોંગ્રેસ તેના પાટીદાર ધારાસભ્યોને મોકલીને હાર્દિકને ઉપવાસ સમેટવા આગળ આવી છે. 
હાર્દિકના ઉપવાસને કોંગ્રેસ પહેલા દિવસથી સમર્થન કરી રહી છે. પહેલા દિવસથી જે તેની ઉપવાસી છાવણીમાં ઓછોમાં ઓછો એક કોંગ્રેસનો નેતા દરરોજ મુલાકાત લેતો જોવા મળ્યો હતો. ભારત બંધ દરમિયાન ગઈકાલે કોઈ તેને મળ્યું ન હતું. પરંતુ ગઈકાલે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચોક્કસ મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

What Is Kefir Drink - કેફિર પીણું શું છે? તે સુપરફૂડ્સની યાદીમાં શામેલ છે અને વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે.

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

પ્રોટીનથી ભરપૂર સોયાબીન-મસૂરની ચટણી, સ્વાદમાં સ્વાદિષ્ટ, રોટલી કે ભાત સાથે માણો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

વધુ જુઓ..

નવીનતમ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments