Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે 18 નહી.. યુવતીઓના લગ્નની વય વધીને 21 વર્ષ થશે, કેબિનેટે પ્રસ્તાવને મંજુરી આપી

Webdunia
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (12:20 IST)
Women Marriage Age: દેશમાં અત્યાર સુધી યુવતીઓના લગ્નની મિનિમમ એજ 18 વર્ષ હતી (Marriage Of Women From 18 To 21) પણ હવે સરકારે તેને વધારીને 21 વર્ષ કરશે. આ પ્રસ્તાવને કેબિનેટ તરફથી બુધવારે એટલે 15 ડિસેમ્બરના રોજ કેબિનેટની મંજુરી મળી ગઈ છે. કેન્દ્ર સરકાર  (Central Government)વર્તમાન કાયદામાં સંશોધન માટે સંસદમાં પ્રસ્તાવ રજુ કરશે.  જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ને લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. 
 
વિવાહ સાથે જોડાયેલા કાયદામાં સંશોધન કરશે સરકાર 
 
સરકાર આ કાયદાને લાગૂ કરવા માટે વર્તમાન કાયદામા સંશોધન કરવાની છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો.  તેમણે કહ્યુ હતુ કે કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે પુત્રીઓના લગ્ન યોગ્ય સમય પર થાય. 
 
હાલ વર્તમાન કાયદા મુજબ દેશમાં પુરૂષોના લગ્નની  ન્યૂનતમ વય 21 વર્ષ અને મહિલાઓની ન્યૂનતમ વય 18 વર્ષ છે. સરકાર તરફથી બાળ વિવાહ નિષેદ કાયદા અને હિન્દુ મેરેજ એક્ટમાં સંશોધન કરવાની છે. નીતિ આયોગ (Niti Ayog)માં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ આ બાબત ભલામણ કરી હતી  જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ આ બાબતે ભલામણ કરી હતી. આ કમિટીના સભ્ય નીતિ આયોગના ડો. વીકે પૉલ પણ હતા. 
 
ટાસ્ક ફોર્સ (Task Force) ની રચના જૂન 2020માં કરવામાં આવી હતી. આ કમિટીએ ડિસેમ્બર 2020માં કમિટીની રિપોર્ટને સબમિટ કરી હતી. ટાસ્ક ફોર્સનુ કહેવુ હતુ કે પહેલા બાળકને જન્મ આપતી વખતે પુત્રીઓની વય 21 વર્ષ હોવી જોઈએ. બીજી બાજુ લગ્નમાં મોડુ પ଒રિવાર, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક સામાજીક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments