Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World’s most admired 2021: પીએમ મોદી દુનિયાના 8માં સૌથી પ્રશંસનીય વ્યક્તિ, બાઈડેન-ટ્રંપ અને પુતિનને પછાડ્યા, ટોપ 20માં 5 ભારતીય

World’s most admired 2021: પીએમ મોદી દુનિયાના 8માં સૌથી પ્રશંસનીય વ્યક્તિ, બાઈડેન-ટ્રંપ અને પુતિનને પછાડ્યા, ટોપ 20માં 5 ભારતીય
, બુધવાર, 15 ડિસેમ્બર 2021 (22:54 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વૈશ્વિક સ્તર પર પોતાની લોકપ્રિયતા કાયમ રાખી છે, પ્રધાનમંત્રીએ એકવાર ફરી દુનિયાના સૌથી પ્રશંસિત પુરૂષો વૈશ્વિક સ્તર પર પોતાની લોકપ્રિયતા કાયમ રાખી છે. પ્રધાનમંત્રીએ એકવાર ફરી દુનિયાના સૌથી પ્રશંસનીય પુરૂષો (World’s Most Admired Men list of 2021) ના ટોપ ટેન લિસ્ટમાં રહેતા પોતાની લોકપ્રિયતામાં રહેતા પોતાની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે.  જોકે તેમણે 4 પગથિયાનુ નુકશાન થયુ છે. આ લિસ્ટ ડેટા એનાલિટિક્સ કંપની YouGov દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણના આધાર પર રજુ કરવામાં આવ્યુ છે. 
 
બ્રિટિશ માર્કેટ રિસર્ચ કંપની YouGov દ્વારા રજુ યાદીમાં પીએમ મોદીએ અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ અને રાજનીતિક હસ્તિયોને પછાડીને 8મુ સ્થાન મેળવ્યુ છે. વિશ્વના સૌથી વધુ પ્રશંસનીય પુરુષોની 2021ની યાદીમાં, PM મોદીને યુએસ પ્રમુખ જો બાઈડેન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેવા અન્ય રાજ્યના પ્રમુખોથી ઉપર સ્થાન આપવામાં આવ્યું છે.  ઈમરાન ખાન પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે
 
 લિસ્ટમાં તેંડુલકર અને કોહલી પણ સામેલ 
 
આ  લિસ્ટમાં ટોચના 20 સ્થાનોમાં અન્ય ભારતીય હસ્તીઓમાં બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સ બીજા સ્થાને છે. આ સર્વેમાં 38 દેશોના લગભગ 42,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
 
આ યાદીમાં અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનેચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને વિશ્વ પ્રસિદ્ધ અભિનેતા જેકી ચેન છે. આ યાદીમાં અન્ય હસ્તીઓમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, ચીની ઉદ્યોગપતિ જેક મા અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે.
 
દુનિયાના 10 સૌથી પ્રશંસનીય પુરુષો 2021
 
બરાક ઓબામા
બીલ ગેટ્સ
શી જિનપિંગ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
જેકી ચેન
એલોન મસ્ક
લિયોનેલ મેસ્સી
નરેન્દ્ર મોદી
વ્લાદિમીર પુતિન
જેક મા
 
મહિલાઓમાં પ્રિયંકા ચોપરા ટોપ 10માં 
 
વિશ્વના સૌથી વધુ પ્રશંસનીય પુરુષોની 2021ની યાદી ઉપરાંત, YouGov એ આ વર્ષની વિશ્વની સૌથી પ્રશંસનીય મહિલાઓની યાદી પણ બહાર પાડી છે. ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા આ યાદીમાં ટોચ પર છે, જ્યારે અભિનેત્રી એન્જેલીના જોલી અને ક્વીન એલિઝાબેથ II અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
 
2021ની સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓની યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટોપ 10માં 10મા ક્રમે છે. પ્રિયંકા ચોપરા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન (13માં નંબરે) અને સુધા મૂર્તિ (14મી) છે.
 
આ વર્ષની શરૂઆતમાં અમેરિકન રિસર્ચ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી 'ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર' યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ટોચ પર હતા. સર્વેમાં પીએમ મોદીનો સ્કોર 70 ટકા હતો, જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા સાથે બીજા અને ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી 58 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવિન્દ્ર જડેજા લઈ શકે છે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ, જાણો ક્યાથી આવ્યા આ સમાચાર