Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટે સામાન્ય માણસના હિતમાં લીધા 3 મોટા નિર્ણય, થશે સીધી અસર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટે સામાન્ય માણસના હિતમાં લીધા 3 મોટા નિર્ણય, થશે સીધી અસર
, બુધવાર, 15 ડિસેમ્બર 2021 (17:07 IST)
બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં 3 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા જે સીધી રીતે સામનય માણસ પર અસર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આજની બેઠકમાં કેબિનેટે ચિપ સંકટને જોતા સેમીકંડક્ટર માટે ઈકોસિસ્ટમને વિકસિત કરવા માટે 76 હજાર કરોડ રૂપિયાની યોજનાનુ એલાન કર્યુ છે. બીજી બાજુ ડિઝિટલ ટ્રાંજ્કેશનને પ્રોત્સાહિત કરવા માટે ઈંસેટિવ પર 1300 કરોડની યોજના અને 2021-26 માટે 93 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ખેતી સિંચાઈ યોજનાને પણ કેબિનેટે મંજુરી આપી દીધી છે. 

(1) સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે રૂ. 76000 કરોડ
કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 76 હજાર કરોડ રૂપિયાની પ્રોત્સાહક યોજના હેઠળ આગામી 6 વર્ષ દરમિયાન 20 થી વધુ સેમિકન્ડક્ટર ડિઝાઇન, કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના કરવામાં આવશે. દેશને ઈલેક્ટ્રોનિક્સનું હબ બનાવવાની મોદી સરકારની યોજનાનો આ એક ભાગ છે. યુવાનોને વધુ સારી તકો આપવા માટે, 85000 કુશળ એન્જિનિયરો માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.  ચિપ્સ ડિઝાઇનર્સને તક આપવા માટે નવી યોજના ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાના કુલ ખર્ચના 50 ટકા સરકાર ભોગવશે. બીજી તરફ, આ ડિઝાઇનને કોઈપણ કંપની સાથે શેર કરવાથી તેના વેચાણ પર પ્રોત્સાહન પણ મળશે. યોજનામાં નાની કંપનીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. યોજનાની મદદથી 15-20 MSME બનાવવામાં આવશે. આનાથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે.. સાથે જ સમયે, યોજનાની મદદથી 1.66 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની અપેક્ષા છે. તે જ સમયે, કુલ ઉત્પાદન 9.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જેમાંથી 5.17 લાખ કરોડ રૂપિયાની નિકાસ અંદાજવામાં આવી છે.
 
(2) જળ સંસાધન માટે 93 હજાર કરોડ રૂપિયાની યોજનાને મંજુરી 
 
કેબિનેટે આજે 2021-26 માટે 93068 કરોડના ખર્ચ સાથે PM કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. આ રકમમાંથી રાજ્યોને 37 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ રાજ્યોને મળશે. એવો અંદાજ છે કે આ યોજનાથી 22 લાખ ખેડૂતોને ફાયદો થશે, આ સાથે સિંચાઈ લાભ કાર્યક્રમ, હર ખેત કો પાણી, વોટરશેડ ડેવલપમેન્ટ ઘટકને 2021 પછી પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

(3) હવે ડિઝિટલ ચુકવણીથી મળશે ફાયદો 
 
કેબિનેટે રૂપે ડેબિટ કાર્ડ અને લો વેલ્યુ ભીમ યૂપીઆઈ ટ્રાંજેક્શન (પી2એમ)ને મંજુરી આપી દીધી છે. આ માટે એક વર્ષમાં 1300 કરોડ રૂપિયાના ખર્ચનુ અનુમાન છે. યોજનાના હેઠળ બેંકને રૂપે ડેબિટ કાર્ડ દ્વારા અને લો વેલ્યુ યૂપીઆઈ મોડ દ્વારા ચુકવણી પર પસેંટ ઓફ વેલ્યુ ઓફ ટ્રાંજ્કેશનના રૂપમાં ઈંસેંટિવ મળશે. તેનાથી બેંકને તમારુ ડિઝિટલ પેમેંટ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં મદદ મળશે. બીજી બાજુ તેનાથી  એ લોકોને પણ ચુકવણીના ડિઝિટલ રીત મેળવવામાં મદદ મળશે જે ઔપચારિક બેકિંગ અને ફાઈનેશિયલ સિસ્ટમથી બહાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bank Holidays December 2021 - આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ, હડતાલ અને પછી રજાને કારણે નહી થાય કામકાજ, આવતા અઠવાડિયે પણ બંપર રજાઓ