Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajasthan Cabinet રાજસ્થાન કૉંગ્રેસના નવા મંત્રીઓ શપથ, ચાર દલિત ચહેરા સામેલ

Rajasthan Cabinet reshuffle
Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (16:31 IST)
રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી સચીન પાઇલટે રવિવારે સવારે પત્રકારપરિષદ યોજીને માહિતી આપી હતી કે આજે નવા મંત્રીઓ શપથ લેશે.
 
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, સચીન પાઇલટે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે રાજ્યમાં સુશાસનનો સકારાત્મક સંદેશો પ્રસરાવવા માટે પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ નવા મંત્રીઓ આજે વિધિવત્ શપથ લેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં દલિતો તેમજ આદિવાસીઓના પ્રતિનિધિત્વનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે એક જરૂરી પગલું હતું. નવા મંત્રીમંડળમાં ચાર દલિત મંત્રીનો સમાવેશ કરાયો છે.
 
એએનઆઈએ સચીન પાઇલટને ટાંકીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકારમાં દલિતો, પછાત અને ગરીબ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા કોઈ લોકો ન હતા. ત્યારે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા લેવામાં આવેલો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, રાજસ્થાનના નવા 15 મંત્રીઓ રવિવારે સાંજે 4 વાગ્યે શપથ લેશે. આ પહેલાં બપોરે બે વાગ્યે રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ કમિટી બેઠક યોજાશે.

રાજસ્થાન કૉંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ દોતસરાએ શનિવારે રાત્રે ટ્વિટરના માધ્યમથી કૅબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી જાહેર કરી હતી. તેમાં 11 કૅબિનેટ મંત્રીઓ તેમજ 4 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.

રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખે જાહેર કરેલી મંત્રીઓની યાદીમાં માત્ર ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી બે મહિલા કૅબિનેટમાં અને એક મહિલા રાજ્યકક્ષાનો હોદ્દો સંભાળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments